July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

એક દિવસ… ત્રણ રાજ્યમાં પ્રચાર, પ્રધાનમંત્રી મોદીએ સંભાળી કમાન, વિપક્ષો પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ગયો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તો પીએમ મોદીએ ભાજપ તરફથી પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદીએ આજે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં પ્રચાર કર્યો હતો.

ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે.. એક જ દિવસમાં ત્રણ ત્રણ રાજ્યમાં રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે.. આજે સવારમાં બિહાર, બપોરે બંગાળ અને સાંજે મધ્યપ્રદેશમાં મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો… પીએમ મોદીએ સભાને સંબોધતા વિરોધી પર શાબ્દિક વાર કર્યા… બિહારમાં ઈન્ડિયા ગઠબંધનને નિશાને લીધું, તો બંગાળમાં દીદી સરકારની કાયદો વ્યવસ્થાને વખોડી.

4 જૂન 400 પારના નારાને સાર્થક કરવા પીએમ મોદી ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે.. ક્યારેક રાજસ્થાન તો ક્યારેક બિહાર.. તો ક્યારેક પશ્ચિમ બંગાળમાં મોદી સભાઓ ગજવી વિરોધીઓ પર વાર કરી રહ્યા છે… આજે ફરી બિહાર અને પશ્ચિમ બંગાળમાં રેલી કરીને મોદીએ વિપક્ષને નિશાને લીધું…. સૌથી પહેલા બિહારના નવાદામાં પીએમ મોદીએ નીતિશ કુમારની સાથે સભા કરી.. અહીં મોદીએ નીતિશકુમારની કામગીરીને વખાણી.. તો જંગલરાજના મુદ્દે આરજેડી પર શાબ્દિક હુમલો પણ કર્યો.. તેમણે ઈન્ડિયા ગઠબંધનને સનાતન વિરોધી ગણાવ્યુ… સાથે જ કહ્યું કે, વિપક્ષ દેશનું વિભાજન કરવાની માનસિકતા ધરાવે છે.. જોકે આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન પર પણ કટાક્ષ કર્યો.. મોદીએ કહ્યું કે, જે લોકો ભારતને આંખ દેખાડતા હતા, તેઓ આજે લોટ માટે ભટકી રહ્યા છે.

પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન પર વાર કરતા તેજસ્વી યાદવે સનાવતી વિરોધી હોવાના પુરાવા માગ્યા.. સાથે જ આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના લોકો પોતાને ભગવાન માની રહ્યા છે.. એટલે વિપક્ષને સનાતન વિરોધી કહે છે.. 

બિહારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં સભાને સંબોધી… જ્યાં પીએમ મોદીએ કાયદો અને વ્યવસ્થાને લઈને TMC સરકાર સામે સવાલ ઉઠ્વાયા… તેમણે TMCને લોકતંત્ર અને સંવિધાનને કચડનારી પાર્ટી ગણાવી… તો સાથે સાથે સંદેશખાલીનો મુદ્દો ઉઠાવીને બંગાળમાં બહેન-દિકરીઓ સુરક્ષિત ન હોવાનો દાવો કર્યો… આ દરમિયાન તેમણે કટાક્ષ કર્યો કે, કોંગ્રેસ, ટીએમસી અને લેફ્ટ બધા એક સરખા જ લોકો છે.. 

આ તરફ બંગાળના પુરુલિયામાં મમતા બેનર્જીએ ભાજપને તોફાન મચાવનારી પાર્ટી ગણાવી.. દીદીએ આક્ષેપ કર્યો કે, ભાજપ તોફાનો કરાવીને બંગાળમાં NIAની એન્ટ્રી કરાવવા માગે છે.. 

400 પારના લક્ષ્યને હાંસલ કરવા ભાજપ પૂર્ણ તાકાત સાથે જોર લગાવી રહ્યું છે.. જેમા એક તરફ દક્ષિણ ભારતમાં પીએમ મોદીના અનેક પ્રવાસો બાદ જેપી નડ્ડાએ પ્રચાર કમાની સંભાળી છે.. તો બીજી તરફ ઉત્તર ભારતમાં મોદી ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે… ભાજપનું ઉત્તર પ્રદેશ,બિહાર, રાજસ્થાન પર વિશેષ ધ્યાન છે. તો પશ્ચિમ બંગાળમાં પણ વધુમાં વધુ બેઠકો હાંસલ કરવાની રણનીતિ પર મોદી આગળ વધી રહ્યા છે.. જોકે મોદીનો વિજય રથ હકીકતમાં કેટલી બેઠક પર અટલે છે કે 4 જૂને ખબર પડશે.. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us