
કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં પ્રસિદ્ધ પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતાને ઉદ્દેશીની કરેલી બીભત્સ ટિપ્પણીને પગલે થયેલા વિવાદ બાદ એફઆઈઆર નોંધનારી સાયબર પોલીસે પૂછપરછ માટે વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની યુટ્યૂબર સમય રાઈનાની વિનંતી ફગાવી દીધી હતી, જ્યારે અલાહાબાદિયાને 24 ફેબ્રુઆરીએ નિવેદન નોંધાવવા હાજર રહેવાના સમન્સ મોકલાવ્યા હતા.
મહારાષ્ટ્ર સાયબર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે એ વાતને સમર્થન આપ્યું હતું કે પોતાનું નિવેદન નોંધાવવા માટે સમય રાઈનાએ વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની પરવાનગી માગી હતી. જોકે આ વિનંતી નકારી કાઢી મંગળવારે પોલીસ સમક્ષ હાજર થવાનું તેને કહેવામાં આવ્યું છે.

કેસમાં સાયબર પોલીસે 50થી વધુ લોકોને પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવાના સમન્સ પાઠવ્યા હતા. જોકે અત્યાર સુધી એક માત્ર એમટીવી ક્રિયેટર રઘુ રામ સાયબર પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
