
મહારાષ્ટ્ર બજેટ – મહિને ૧૫૦૦થી વધારીને ૨૧૦૦ રુપિયા કરવાના ચૂંટણી વચનનો છેદ ઉડાડી દેવાયો
1.36 લાખ કરોડની રાજકોષીય ખાધ ધરાવતાં સાત લાખ કરોડથી વધુનાં બજેટમાં કોઈ નવી મોટી જાહેરાતો નહિઃ વાઢવણ પોર્ટ, વાઢવણ પાસે મુંબઈ માટે નવાં એરપોર્ટ, મેટ્રો રિંગ રોડ સહિતની અગાઉ જાહેર થઈ ચૂકેલી યોજનાઓ માટે ભંડોળની ફાળવણી ૪૦ લાખ કરોડનાં રોકાણના લક્ષ્યાકં સાથે નવી ઉદ્યોગ નીતિઃ સ્ટેમ્પ ડયૂટીમાં વધારોઃ સીએનજી-એલપીજી વાહનો ઉપરાંત ૩૦ લાખથી વધુની કિંમતની ઈવી કાર, લાઈટ ગૂડઝ વ્હિલક પર ટેક્સ વધ્યો, સરકારનું દેવું વધીને નવ લાખ કરોડ થવાનો અંદાજ .

મુંબઈ – લાડકી બહિણ યોજનાના સહારે ચૂંટણીમાં અંધાધૂંધ વિજય મેળવનારી મહાયુતિ સરકારે હવે સરકાર રચ્યા બાદ રજૂ કરેલાં પહેલાં બજેટમાં લાડકી બહિણની લ્હાણીનું કદ ૧૦,૦૦૦ કરોડ રુપિયા ઘટાડી દીધું છે. ચૂંટણી પહેલાં આ યોજના માટે ૪૬ હજાર કરોડ રુપિયા ફાળવવાની જાહેરાત થઈ હતી પરંતુ આજે નાણાં પ્રધાન અજિત પવારે જાહેર કરેલાં બજેટમાં આ યોજના માટે ૩૬ હજાર કરોડ જ ફાળવવાની જાહેરાત થઈ છે. વધુમાં ચૂંટણી ટાણે મહાયુતિએ મહિલાઓને દર મહિને ૧૫૦૦ રુપિયા અપાય છે તે વધારીને ૨૧૦૦ રુપિયા કરવાનું વચન આપ્યું હતું. પરંતુ, ભારે આર્થિક સંકટના કારણે આ વચનનો આ બજેટમાં અમલ કરાયો નથી. આ ઉપરાંત સીએનજી અને એલપીજીથી ચાલતાં વાહનો ઉપરાંત ૩૦ લાખથી વધુ કિંમતની ઈવી કાર તથા લાઈટ ગુડ્ઝ વ્હીકલ પરનો મોટર વ્હીકલ ટેક્સવધારી દેવાતાં આ વાહનો મોંઘા બનશે. બજેટમાં કોઈ તદ્દન નવી યોજના જાહેર કરાઈ નથી પરંતુ વાઢવણ પોર્ટ, વાઢવણ ખાતે એરપોર્ટ, મુંબઈ મેટ્રો રીંગ રોડ સહિતની અનેક જૂની અને અગાઉ જાહેર થઈ ચૂકેલી યોજનાઓ માટે ભંડોળની ફાળવણીની જાહેરાતો કરાઈ છે. ૪૦ લાખ કરોડનાં રોકાણનાં લક્ષ્યાંક સાથે નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાઈ છે. તેના દ્વારા ૫૦ લાખ રોજગારીનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. આવક ઊભી કરવા માટે સ્ટેમ્પ ડયૂટીના દરોમાં પણ સામાન્ય વધારો કરાયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
