
ઇમરજન્સી રિસ્પોન્સ સેવા પ્રદાતા ઝેન્ઝો દ્વારા NSCI મુંબઈ ખાતે ‘મેક ઇન્ડિયા ઇમરજન્સી રેડી’ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન દરમિયાન 450 શહેરોમાં 25000 એમ્બ્યુલન્સનું સૌથી મોટું નેટવર્ક શરૂ કરીને તાત્કાલિક અને અસરકારક ઇમરજન્સી સહાય પૂરી પાડવાની તેમની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ નેટવર્કમાં મૂળભૂત, કાર્ડિયાક અને 5G સક્ષમ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે જેમાં રીઅલ-ટાઇમમાં દર્દીનું મોનિટરિંગ કરવામાં આવે છે, પેરામેડિક્સને તાત્કાલિક હોસ્પિટલો સાથે મહત્વપૂર્ણ આંકડા શેર કરી શકે છે અને તેનાથી હોસ્પિટલ પહોંચતા પહેલાંની સંભાળમાં સુધારો થાય છે.
કંપનીએ ઇમરજન્સી રિસ્પોન્સ, તબીબી પ્રાથમિક સારવાર અને CPR તાલીમ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઝોમેટો જેવા મુખ્ય ડિલિવરી પ્લેટફોર્મ અને અન્ય ઘણા ઇ-કોમર્સ અને મોબિલિટી પ્લેયર્સ સાથે ભાગીદારી કરી છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ડિલિવરી કર્મચારીઓ કે જેઓ ઘણીવાર પ્રથમ પ્રતિભાવ આપનારા હોય છે, તેમને જીવન બચાવતી ટેકનિકો અને લોકો સાથે જોડાણ વિશે શિક્ષિત કરવાનો છે.

ઝેન્ઝોના સહ-સ્થાપક અને CEO શ્રીમતી શ્વેતા મંગલે આ પ્રસંગે ટિપ્પણી કરી હતી કે, “ઝેન્ઝોનું મુખ્ય લક્ષ્ય ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મજબૂત મેડિકલ ઇમરજન્સી સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને ‘મેક ઇન્ડિયા ઇમરજન્સી રેડી’ એટલે કે ‘ઇમરજન્સી માટે ભારતને તૈયાર’ કરવાનું છે. અમારું લક્ષ્ય સમગ્ર દેશમાં માન્ય એમ્બ્યુલન્સનું સૌથી મોટું નેટવર્ક પૂરું પાડવાનું છે.”
ડિજિટલ ક્ષમતાઓનો લાભ લેવામાં મોખરે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મહામારી દરમિયાન ઝડપી મેડિકલ સહાયનું મહત્વ લોકોને સમજાયું છે અને ઝેન્ઝો કાર્યક્ષમ ઇમરજન્સી સંભાળ પૂરી પાડવા માટે ભારતની ડિજિટલ ક્ષમતાઓનો લાભ લેવામાં મોખરે છે. અમારું લક્ષ્ય એમ્બ્યુલન્સનું સૌથી મોટું નેટવર્ક પૂરું પાડીને મૃત્યુદર ઘટાડવાનું છે, તેમજ લોકોમાં જાગૃતિ લાવવાનું અને ઇમરજન્સી સંભાળ વિશે જ્ઞાન અને તાલીમને પ્રોત્સાહન આપવાનું છે.” ભારતના આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે, ઝેન્ઝો હોસ્પિટલો, સ્થાનિક સત્તાધિકારીઓ, કોર્પોરેટ્સ અને ખાનગી એમ્બ્યુલન્સ કાફલાઓ સાથે સહયોગ કરે છે, જેથી જીવનરક્ષક ઉપકરણો અને પ્રશિક્ષિત વ્યાવસાયિકો સરળતાથી સુલભ રહે તેની ખાતરી કરી શકાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
