
તીખું, મસાલેદાર કે તળેલું ભોજન વધારે થઈ જાય તો એસિડિટી થઈ જાય છે. એસિડિટી કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે. આ તકલીફને તમે દવા વિના ઘરેલુ વસ્તુની મદદથી પણ મટાડી શકો છો. આજે તમને આ ઘરેલુ ઈલાજ વિશે જણાવીએ.
એસીડીટી એક સામાન્ય સમસ્યા છે. એસીડીટીનો અર્થ છે કે પેટમાં વધારે એસિડ બની ગયું હોય જેના કારણે છાતીમાં બળતરા, પેટમાં ભારીપણું, અપચો અને ખાટા ઓડકાર આવવા જેવી તકલીફો થવા લાગે છે. આ સમસ્યા મોટાભાગે વધારે પડતું મસાલેદાર તળેલું કે ખાટું ખાવાથી થઈ શકે છે.
ઘણી વખત એસીડીટીની સમસ્યા એટલી બધી વધી જાય છે કે આખો દિવસ બેચેની રહે છે. જો રાતના સમયે એસીડીટી થઈ જાય તો ઊંઘ પણ બરાબર થતી નથી. એસીડીટીના કારણે માથામાં દુખાવો અને ઉલટી પણ થવા લાગે છે. એસીડીટી વધી જાય તે પહેલા કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે તુરંત જ એસિડિટી ને મટાડી શકો છો. આજે તમને એસીડીટી મટાડવાના કેટલાક પ્રભાવિ ઉપાયો વિશે જણાવીએ.

ફુદીનો
ફુદીનો એસિડિટીને દૂર કરવામાં સૌથી વધારે અસરકારક છે. એસીડીટી થાય ત્યારે ફુદીનાના પાનને સાફ કરીને પાણીમાં ઉકાળી તે પાણી પી લે. આ સિવાય તમે ફુદીનાના પાન ચાવી પણ શકો છો તેનાથી પેટને ઠંડક મળશે અને એસિડ ઓછું થઈ જશે.
વરીયાળી
વરીયાળી પાચનતંત્રને ફાયદો કરે છે એસીડિટી દરમિયાન વરિયાળી ચાવીને ખાવાથી અથવા તો તેનું પાણી પીવાથી પાચન ક્રિયા સુધરી જાય છે અને પેટમાં એસિડ કંટ્રોલ થઈ જાય છે.
નાળિયેર પાણી
નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે અને એસિડથી પણ રાહત અપાવે છે. નાળિયેર પાણી પીવાથી પેટને અંદરથી શાંતિ મળે છે અને એસિડ ખતમ થઈ જાય છે.

આદુ અને મધ
જો એસીડીટી વધી જાય તો એક નાનો ટુકડો આદુનો લઈ તેના ટુકડા કરી તેમાં મધ ઉમેરી દે ખાઈ લેવું. આદુના રસમાં મધ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.
વિનેગર
એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરીને પી લેવાથી એસિડનું સંતુલન જળવાઈ રહે છે અને એસિડિટીથી રાહત મળી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
