
કાંદિવલી (પૂર્વ)માં ઠાકુર વિલેજમાં રોડ નંબર પાંચ પર દામુ નગરમાં આઝાદ વાડી ચાલમાં રહેલા ગાળાઓમાં બુધવારે મોડી સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ દામુ નગરમાં આવેલી આઝાદ વાડી ચાલમાં ગાળાઓ આવેલા છે. બુધવારે મોડી સાંજે ૬.૪૨ વાગે અચાનક ચાલીમાં આવેલા એક ગાળામાં આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન, ચાર વોટર જેટલી, એક ક્વિક રિસ્પોન્સ વેહિકલ વગેરે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડે સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
