
પશ્ચિમ રેલવે ટિકિટ વિના પ્રવાસ કરનારા વિરુદ્ધ સખત પગલાં ભરશે. પ્રવાસ શ્રેણી અનુસાર દંડ વસૂલ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જે મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવશે. આ પ્રસ્તાવ અનુસાર સ્લીપર ક્લાસ માટે 500 રૂપિયા, ફર્સ્ટ ક્લાસ માટે 750 રૂપિયા, એસી લોકલ માટે 1 હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. એના પર જીએસટી પણ લાગુ થશે. મુંબઈના ઉપનગરીય રેલવેમાં પ્રવાસ માટે સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ અને એસી લોકલ એમ ત્રણ પ્રકાર છે.

અત્યારે ટિકિટ વિનાના પ્રવાસીઓ પાસેથી 250 રૂપિયા વત્તા ટિકિટનું શુલ્ક મળીને કુલ 255 રૂપિયા દંડ લેવામાં આવશે. ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પાસેથી 250 રૂપિયા દંડ, ટિકિટનું શુલ્ક અને 15 રૂપિયા જીએસટી મળીને કુલ રકમ વસૂલ કરવામાં આવે છે. હવે ખુદાબક્ષો પર નિયંત્રણ રાખવા પશ્ચિમ રેલવેએ નવા પ્રસ્તાવમાં વિવિધ શ્રેણી અનુસાર દંડ લેવાની ભલામણ કરી છે. રેલવે બોર્ડની મંજૂરી મળ્યા પછી પ્રસ્તાવ લાગુ કરવા રેલવે કાયદામાં ફેરફાર જરૂર છે. એના માટે લોકસભામાં મંજૂરી લેવી જરૂરી છે. કોરોના પછી ઉપનગરીય લોકલ માર્ગમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેથી એક સાથે 50 થી 100 ટીસી સ્ટેશનમાં ટિકિટની તપાસ કરવા તૈનાત કરાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
