
થાણેમાં નિરીક્ષણ માટે આવેલી પોલીસ ટીમ પર હુમલો કરી કથિત મારપીટ કરવાના કેસમાં પોલીસે રેસ્ટોરાંના માલિક અને કર્મચારી સહિત 20 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
વર્તક નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના પાંચમી જાન્યુઆરીની મધરાતે થાણેના વર્તક નગર વિસ્તારમાં બની હતી. વરિષ્ઠો દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ પોલીસની ટીમ ઉપવન પરિસરની સ્કાયલાઈન રેસ્ટોરાંમાં નિરીક્ષણ માટે ગઈ હતી.

જોકે રેસ્ટોરાંના માલિક અને સ્ટાફર્સે પોલીસની ટીમને રેસ્ટોરાંમાં પ્રવેશતી રોકી હતી. ઉગ્ર બોલાચાલી બાદ વાત વધુ વણસી હતી. ગુસ્સામાં રેસ્ટોરાંમાં હાજર લોકોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીને માઈકના લોખંડના સળિયાથી ફટકારવામાં આવ્યો હતો, જેને કારણે તેની છાતીમાં ઇજા થઈ હતી. બીજા પોલીસ કર્મચારીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. આ ધમાલમાં એક પોલીસ અધિકારીનો મોબાઈલ ફોન ગુમ થઈ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
