
મુંબઈમાં ગિરગાંવ ચોપાટીના દરિયામાં આજથી મંગળવારથી શરૃ થનારી શઢવાળી નૌકાની સ્પર્ધામાં દેશના ટોચના નાવિકો અને સ્પર્ધકો ભાગ લેશે અરબી સમુદ્રમાં રંગબેરંગી શઢવાળી નૌકાઓ વચ્ચે સ્પર્ધાનો આ નઝારો ચોપાટીના દરિયા કિનારેથી અને મરીન ડ્રાઇવની પાળીએ ઊભા રહીને જોઈ શકાશે. ૨૬મી જાન્યુઆરી સુધી આ સ્પર્ધા ચાલવાની છે.

સેઇલ ઇન્ડિયા-૨૦૨૫ સ્પર્ધાનું આયોજન યોટિંગ એસોસીએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ મુંબઈ મહાપાલિકાના સહયોગથી કરવામાં આવ્યું છે. આ વખતે દેશભરમાંથી આવેલા ૧૨૦ સ્પર્ધકો વચ્ચે સાગરતી સપાટી પર રસાકસી જોવા મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
