
શ્રી તરૂણ મિત્ર મંડળ મુલુંડ શાખા દ્વારા માનવ રક્તદાન અભિયાન અંતર્ગત આર્ય નિવાસ ટ્રસ્ટના સથવારે ૧૧મી રક્તદાન શિબિરનું રવિવાર તા ૦૫ જાન્યુઆરી ૨૦૨૫ના સવારે ૯.૦૦ થી સાંજે ૫.૩૦ વાગે સુધી આર્ય નિવાસ ટ્રસ્ટ, (એસી. હોલ) વિકાસ સેન્ટર,છઠ્ઠા માળે,નેતાજી સુભાષચંદ્ર રોડ ક્રોસ સેવારામ લાલવાની રોડ કોર્નર , રેલ્વે સ્ટેશનની ૩ મીનીટના અંતરે મુલુંડ વેસ્ટ ખાતે યોજાશે. આ વખતના શિબિરના સૌજન્ય દાતા અને મુખ્ય મહેમાન છે માતૃશ્રી લક્ષ્મીબેન પ્રેમજી ડુંગરશી નંદુ પરીવાર.

અતિથિ વિશેષ તરીકે આર્ય નિવાસ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ શ્રી તુલસીદાસભાઇ પોપટ અને સંદીપભાઈ પોપટ, મિત્સુ ફાઉન્ડેશનના શ્રી જગદીશભાઈ દેઢિયા, અરીહંત આયુર્વેદના હરિશભાઇ મોતા, શ્રી તરૂણ મિત્ર મંડળ મુંબઈ વતી મણિલાલ ભાઈ શાહ અને કીરણભાઈ છેડા સાથે ડોમ્બીવલી ટીમના કન્વીનર ખુશાલભાઈ ગડા અને અંબરનાથ ટીમના કન્વીનર શ્રી રાજેશભાઈ દેઢિયા,ધીરજભાઇ કલ્યાણજી ગાલા , લાલજી સર આ સર્વે મહાનુભાવો પધારશે. સવારના ૧૦.૦૦ કલાકે દિપ પ્રાગટય કરવામાં આવશે. દરેક વીર રક્તદાતાઓને ગીફ્ટ આપીને સન્માન કરવામાં આવશે.
૧૦મી રક્તદાન શિબિર વખતે બ્લડની કુલ ૧૬૫ બોટલોનું દાન થયું હતું. આપ બધાના સહયોગ અને સહકારથી પ્રોગ્રામ આયોજીત છે.

મંડળ દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓ ઃ- * દર ૪ મહીને એકવાર રક્તદાન શિબિર, * સ્કૂલ બુક / કોલેજ બુક, * રાહત દરે નોટબુક વિતરણ * ચક્ષુદાન, ત્વચા દાન , દહેદાન * રાઈડ ટુ ઇન્ફોર્મેશન દ્વારા જન જાગૃતિ અભિયાન * સંસ્થાને અપાતું દાન ૮૦ જી ઈન્કમટેકસ બાદ મળશે. વધુ વિગત માટે રોહિત ગોસર ૮૮૭૯૦૪૮૬૮૩ તથા યામિનીબેન જોષીનો ૦૯૨૨૨૩૫૬૩૬૦ નંબર પર સંપર્ક કરવો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
