

ઘાટકોપરના આંગણે તારીખ 25.12.2024 ના રોજ LD ENTERTAINMENT અને THE VOICE OF INDIAN નાં સથવારે SNDT હોલ, પાંચમા માળે, કામા લેન, ઘાટકોપર વેસ્ટ ખાતે સવારના 8.30 થી રાતના 12 સુધી યાદો કી બારાત' સુપર ડુપર હિટ ગીતોના આ કાર્યક્રમને ખુબ સરસ પ્રતિસાદ મળ્યો હતો. The Voice of indiaના પ્રકાશભાઈ ચંદેએ દીપકભાઈ સાથે સવારે 7 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી સખત પરિશ્રમ કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો.શ્રી દિપકભાઈ ભાનુશાલી (વોઇસ ઓફ રફી) તરફથી લેજેન્ડ શ્રી મહોમ્મદ રફીના 100 માં જન્મદિવસ નિમિતે રફી સાહેબના 251 ગીતોનું ઍક celebration
યાદો કી બારાત’ સુપર ડુપર હિટ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં મુખ્ય અતિથીઓમાં એવોર્ડ કીંગ હીરાલાલ ભાઈ મૃગ,ભાનુશાલી સમાજનાં પ્રમુખ શ્રી નરેશભાઈ શેઠિયા, ક્ચ્છ રત્ન શ્રી શંકરભાઈ ગોપાલજી ભાનુશાલી, શ્રી વાલજીભાઈ ભાનુશાલી, શ્રીમતી સંધ્યા બેન ભીંડેએ પધારીને પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. દીપકભાઈનો મનોબળ વધારવા સમગ્ર ભાનુશાલી સમાજ પણ તેમને પડખે ઉભો હતો. તેમને વધાવવા ભાચુંડા ગામના મહાજનની કમિટી પણ આ પ્રસંગે પધારી ભાચુંડા ગામ તથા ભાનુશાલી સમાજનું નામ રોશન કરવા બદ્દલ દીપકભાઈને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું હતું.




બરાબર ૮.૩૦ કલાકે… સમયસર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આયોજક દીપકભાઈ ભાનુશાલી સાથે ધર્મપત્ની શ્રીમતી લીનાબેન અને આમંત્રિત મહેમાનો શ્રી હીરાલાલ ભાઈ મૃગ દ્વારા દીપ પ્રગટાવી શ્રી ગણેશ વંદનાથી પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી હતી. દીપકભાઈએ શરૂઆતથી જ નોન સ્ટોપ ક્રિકેટના બેસ્ટમેનની ધૂઆંધાર બેટિંગ ની જેમ ૮૦ સોલો ગીતોની શાનદાર રજૂઆત કરી હતી… પછી 81 to 215 એટલે કે 135 ડુએટ ગીતો નોનસ્ટોપ ગાયા. એક થી એક ચડિયાતા ગીતોની રમઝટ બોલાવી હતી.


થોડાં સમય પહેલાં જ દીપકભાઈ OMG world bookમાં ૧૫૧ ગીતો ગાવાનો રેકોર્ડ સ્થાપી ચૂક્યાં છે. હવે તેમણે પોતાનો જ આ રેકોર્ડ તોડી ૨૧૫ ગીતો ગાવાનો રેકોર્ડ કરી દીધો છે અને આ વખતે એમણે ૨૫૧ ગીતોનો લક્ષ્ય નક્કી કર્યો હતો પણ સમયનાં અભાવે ૨૧૫ ગીતો રજૂ કરીને ઇતિહાસ સર્જ્યો છે. પહેલા ગીતથી લઈ છેલ્લા ગીત સુધી દીપકભાઈની એનર્જી એવી ને એવી જ હતી. 151માં ગીત પર જ્યારે દીપકભાઈએ તેમની ધર્મપત્ની સાથે તથા 215મા ગીતમાં તેમની પુત્રી સાથે ગીત ગાતા ગાતા ડાન્સ પર્ફોમ કર્યું ત્યારે શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ સિદ્ધિ માટે દીપકભાઈ ભાનુશાલી તેમના પરિવારનો સપોર્ટ મળવા બદ્દલ શ્રેય તેમના પરિવારજનોને આપે છે. સંગીતની દુનિયામાં આ બહુમાન મેળવનારા આપણા જ્ઞાતિનું ગૌરવ વધારનારા દીપકભાઈ ભાનુશાલી કરાઓકે મ્યુઝિક ક્લાસ પણ ચલાવે છે જેમાં ૭૨થી વધુ સ્ટુડન્ટ તેમના પાસે મ્યુઝિક શીખે છે. આવનારા સમયમાં પણ દીપકભાઈ ભાનુશાલી તરફથી ફિર એક બાર ૨૫૧ ગીતો પાર પ્રોગ્રામની મોજ માણવા મળશે. વધુ વિગત માટે સંપર્ક દીપકભાઈ ભાનુશાલી ઃ 85910 77982
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
