
રવિવાર તારીખ ૨૨/૧૨/૨૦૨૪ ના રોજ શ્રી જલારામ બાપા મંદિર, મુલુંડ ચેકનાકા (પડવળનગર) ખાતે શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ, મુલુંડ દ્વારા ૧૯ માં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન સવારના ૧૦ થી ૧૨.૩૦ દરમિયાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સાથે સાથે નાની નાની બાલિકાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરતી સજાવટ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલિકાઓ પોતાના ઘરેથી આરતીની થાળી સજાવીને લઈ આવી હતી.




આ હરીફાઈમાં ૧૭૫ બાલિકાઓએ ભાગ લીધો હતો. સૌથી સુંદર સજાવટ માટે પાંચ બાલિકાઓને ઇનામો અને બાકીની બધી બાલિકાઓને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. જજ તરીકે ત્રણ જજો નિયુક્ત કરવામાં આવ્યા હતા. જજ તરીકેની ભૂમિકા વૈશાલીબેન ઠક્કર (ગુર્જરભૂમિ ન્યુઝ પેપર), ભારતીબેન ગોકાણી અને યશ્વી બારોટે ખુબજ સરસ રીતે નિભાવી હતી.



પહેલા પાંચ ઈનામો અનુક્રમે આશા ગુપ્તા, સાંચી પાલાન્ડે, રાધિકા રત્નાણી અને નિત્યા પંચાલને આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં ધ્વજારોહણની પૂજા વિધિ કરવામાં આવી હતી. પૂજા વિધિ મંદિરના મહારાજ પ્રકાશ મહારાજે કરાવી હતી અને પૂજા શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી પ્રદીપભાઈ ધીરાવાણી અને પ્રીતિબેન ધીરાવાણીએ કરાવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાંતિલાલભાઈ ઠક્કર (ગુર્જરભૂમિ તંત્રી) અને જનકભાઈ મહિધર (સમાજસેવક, વાશી) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશભાઈ ઠક્કર, ઉષાબેન ઠક્કર અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. છેલ્લે ધ્વજારોહણનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
