June 13, 2024
11 11 11 AM
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ
G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद
મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ
વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે
અવસાન નોંધ
પ્રાર્થનાસભા- મરણનોંધ
મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં
Breaking News
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો? પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે અવસાન નોંધ પ્રાર્થનાસભા- મરણનોંધ મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં

‘યહ તો અભી ટ્રેલર હૈ… ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગે… સલમાન ઘરે થયેલી ફાયરીંગની જવાબદારી બિશ્નોઈએ લીધી

‘યહ તો અભી ટ્રેલર હૈ… હમારી તાકત કો ઔર મત પરખો… ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગે…’ જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં આવા મતલબનું લખાણ હોવાનું પોલીસનું કહેવું છે.

બાન્દ્રામાં સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટનાના ગણતરીના કલાકો બાદ સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ફેસબુક પરની એક પોસ્ટ વાયરલ થઈ હતી. આ ફેસબુક પોસ્ટ અનમોલ બિશ્ર્નોઈની હોવાનો દાવો કરાયો હતો. પોલીસ આ પોસ્ટ અંગે તપાસ કરી રહી છે.

કેટલાક શબ્દો ઈંગ્લિશ સાથે હિન્દીમાં લખાણવાળો આ મેસેજ સલમાન ખાનને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો. મેસેજના શરૂઆતમાં જય શ્રી રામ અને જય ભારત લખવામાં આવ્યું હતું. પછી હમ અમન ચાહતે હૈ. જુલ્મ કે ખિલાફ ફૈસલા અગર જંગ સે હો તો જંગ હી સહી. સલમાન ખાન હમને યહ તુમ્હેં ટ્રેલર દિખાને કે લિયે કિયા હૈ. તાકિ તુમ સમઝ જાઓ… હમારી તાકત કો ઔર મત પરખો. યહ પહલી ઔર આખરી વૉર્નિંગ હૈ. ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગે ઔર જિસ દાઉદ ઈબ્રાહિમ ઔર છોટા શકીલ કો તુમને ભગવાન માન રખા હૈ ઉસકે નામ કે હમને દો કુત્તે પાલે હુયે હૈ. બાકી જ્યાદા બોલને કી મુઝે આદત નહીં… જય શ્રી રામ.

જોકે મેસેજની નીચે લૉરેન્સ બિશ્ર્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુનાહિત ભૂતકાળ ધરાવતા અનમોલ વિરુદ્ધ ૧૮ જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ ધરપકડ કરાયેલા અનમોલને જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો હતો. ૭ ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

કહેવાય છે કે ખોટી માહિતી રજૂ કરીને તેણે દિલ્હીથી પાસપોર્ટ મેળવ્યો હતો. બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા ચલાવાતા ખંડણીના રૅકેટમાં પણ તેની સંડોવણી હોવાનું પોલીસનું કહેવું છે. અત્યારે તે કેનેડામાં હોવાનું પોલીસ માની રહી છે. તે વારંવાર યુએસ અને કેનેડામાં પોતાનું રહેઠાણ બદલતો હોવાની માહિતી પોલીસને મળી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us