પવઈમાં શનિવારે તાનસા પાઈપાઈનમાં અચાનક શરૂ થયેલા ગળતરનું મુંબઈ મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. ૮૦ લોકોની ટીમ સાથે ફક્ત ૧૨ કલાકમાં પાઈપલાઈનમાં અંદર ઉતરીને જટિલ સમારકામ કરવામાં સફળતા મળી હતી. સમારકામ રવિવારે સવારના પૂરું થવાની સાથે જ મુંબઈનો પાણીપુરવઠો પૂર્વવત થયો હતો.

પવઈમાં તાનસા પાઈપલાઈનમાં અકસ્માતે શનિવારે બપોરના ૩.૩૦ વાગે ગળતર ચાલુ થયું હતું. તેના અડધા કલાકમાં જ પાલિકાના કામગાર, કર્મચારીઓ, અધિકારીઓ વગેરેની ૮૦ લોકોની ટીમ તૈયાર કરવામાં આવી હતી. તેમાંથી ૨૦ લોકોની ટીમ ગળતરનું સમારકામ કરવામાં લગાવવામાં આવી હતી.

પાઈપલાઈનમાં જ્યાં ગળતર હતું તેની બંને બાજુએ દોઢ કિલોમીટરના અંતર પર રહેલા ‘વાલ્વ’ પર કામ કરવા માટે ૨૦-૨૦ લોકોની ટીમ બનાવવાાં આવી હતી. આ ટીમે સળંગ ૧૨ કલાક કામ કર્યું હતું, તેમાં પણ રાતના અંધારામાં અમુક કર્મચારીઓ પાઈપલાઈનમાં ઉતર્યા હતા. જે ભાગમાં ગળતર હતું તેટલો ભાગ કાપીને તેના બદલે પાઈપલાઈનનો બીજો ભાગ વેલ્િંડગ કરવામાં આવ્યો હતો. શવિવારે સાંજે ૪.૩૦ વાગે સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું તે રવિવારે સવારના પાંચ વાગ્યા સુધી સતત કામ કરીને પાઈપલાઈનનું સમારકામ પૂરું કર્યું હતું.

પવઈમાં શનિવારે પાઈપલાઈનમાં થયેલા ગળતરને કારણે અંધેરી (પૂર્વ) સહિત ધારાવી, દાદર જેવા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. સમારકામ બાદ પાણીપુરવઠો પૂર્વવત્ કરતા લોકોને રાહત થઈ હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us