
એમએમઆરડીએએ ઉત્તન-વિરાર દરમિયાન પંચાવન કિલોમીટર લાંબો નવો લિંક રોડ બનાવવાનું માળખું તૈયાર કર્યું છે. આ કુલ અંતરમાંથી ૨૪ કિલોમીટરનો સી-લિંક હશે. ૧૯.૯ મીટર પહોળો અને પાંચ લેન ધરાવતા માર્ગનું માળખું ટૂંક સમયમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલાવવામાં આવશે.
પંચાવન કિલોમીટરનો નવો માર્ગ બીએમસીએ બાંધેલા કોસ્ટલ રોડને જોડવામાં આવશે. કોસ્ટલ રોડ વર્સોવાથી ભાયંદર ઉત્તન દરમિયાન બનાવવામાં આવી રહ્યો છે.

એમએમઆરડીએના કમિશનર સંજય મુખરજીએ આપેલી માહિતી અનુસાર પંચાવન કિલોમીટર રોડનો સંપૂર્ણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટનું કામ અંતિમ તબક્કામાં છે.
તેનું કામ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ રિપોર્ટ સરકાર પાસે મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટને કોસ્ટલ રોડને કનેક્ટિવિટી આપવામાં આવશે. આ બન્ને પ્રકલ્પ એટલે કે કોસ્ટલ રોડ અને ઉત્તન-વિરાર સી-લિંકને કારણે વર્સોવથી વિરાર ફક્ત ૪૫ મિનિટમાં પ્રવાસ કરી શકાશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
