
થાણે જિલ્લામાં કુખ્યાત ઈરાણી ગેન્ગના ચોરટાઓને પકડવા જતાં મહિલા સહિત આખું ગામ ઊભું થયું હતું અને પથ્થરમારો કરતાં એક અધિકારી અને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ ઘાયલ થયા હતા, જ્યારે રેલવેની માલમતાને પણ નુકસાન થયું હતું. પથ્થરમારો વચ્ચે પોલીસે પકડેલો ચોરટો ભાગી ગયો હતો.

બુધવારે રાત્રે આ ઘટના થાણેથી 30 કિમી દૂર આંબિવલીમાં બની હતી. આ પ્રકરણમાં 35 જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાં મોટા ભાગની મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે ચાર જણને અટકાયતમાં લેવાયા છે. અંધેરી એમઆઈડીસીમાં બનેલા એક ગુનામાં 20 વર્ષીય ઓનુ લાલા ઈરાણીને પકડવા માટે પોલીસ ટીમ આંબિવલીમાં ગઈ હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો, જે પછી તેને લઈ જતા હતા ત્યારે રાત્રે 9.30 વાગ્યાના સુમારે મહિલાઓ સહિત આખું ગામ આંબિવલી રેલવે સ્ટેશન પાસે ભેગું થયું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એક અધિકારી અને બે કોન્સ્ટેબલને તેમાં ઈજા પહોંચી હતી. પથ્થરમારામાં ટિકિટ બુકિંગ ઓફિસ સહિત રેલવેની માલમતાને ભારે નુકસાન થયું હતું. આ અંગે કલ્યાણ ડિવિઝનના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો, જે પછી રેલવે પોલીસ (જીઆરપી)ના કલ્યાણ એકમે તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8