
પવઈ લેક નજીક આવેલા આઈ.આઈ.ટી. (ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી)ના કેમ્પસમાં રવિવારે રાત્રે મગર ફરતો જોવા મળતા ગભરાટ ફેલાયો હતો.
ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે આઇઆઇટી કેમ્પસના રસ્તા પર મગર જોવા મળ્યો હતો. રસ્તા પર સરકી રહેલા મગરને જોતાં તરત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. તરત જ ટીમ આવી પહોંચી હતી અને મગરને અંકુશમાં લઇ લેકમાં છોડી દેવામાં આવ્યો હતો. રસ્તા પર ટહેલતા મગરની વિડિયો વીજળીવેગે વાઇરલ થઇ હતી.

આ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કેપદ્માવતી મંદિર નજીકનાતળાવના કિનારેથી મગર બહાર આવ્યોહતો અનેઠેઠ આઈઆઈટી કેમ્પ્સમાં પહોંચી ગયો હતો. પવઈલેક પાસે આવેલા આઇઆઇટી કેમ્પસમાં અગાઉ પણ મગર ઉપરાંત દીપડાએ ઘૂસણખોરી કરી હોવાના કિસ્સા બન્યા હતા. એક વાર તો એક દીપડો ક્લાસરૂમ સુધી પહોંચી ગયો હતો.
પવઈ લેકમાં અત્યારે ૩૦ થી ૩૫ મગર છે. એટલે જ બીએમસી અને વન વિભાગ તરફ પવઈ ફરવા જતા પર્યટકોને તેમ જ કિનારે મોર્નિંગ વોક કે ઈવનિંગ વોકમાંનીકળતા સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
