
કસારા માટે ઉપડેલી લોકલ ટ્રેન મુલુંડ સ્ટેશને તેનો નિયમિત હોલ્ટ લેવાનું ચૂકી ગઈ હતી. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. લોકલના બે ડબ્બા પ્લેટફોર્મ વટાવી ગયા બાદ ટ્રેન અટકી હતી. જેથી પ્રવાસીઓ મુંઝાઈયા હતા. આ ગડબડને કારણે લોકલ ૧૦ મિનિટ સુધી તે જ સ્થાને ઊભી હતી.
આ કસારા લોકલનો મુલુંડ સ્ટેશને રાત્રે ૯.૨૩ વાગ્યે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર હોલ્ટ હતો. ટ્રેન ચાલક કે. જી. ભાવસાર અને વી. સિંગાપુર ટ્રેનમાં ફરજ પર હતા. મુલુંડ સ્ટેશને ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગયા બાદ પણ ઊભી રહી નહીં અને પ્રવાસીઓ અસ્વસ્થ બન્યા હતા. ટ્રેન ઊભી નહિ રહે તેમ લાગતાં કેટલાક પ્રવાસીઓ તો ચાલુ ટ્રેનમાંથી કૂદી પડયા હતા. દરમિયાન મોટરમેને હોલ્ટ ચૂકવાનું ધ્યાનમાં આવતા ટ્રેન થોભાવી હતી. પરંતુ ત્યાર સુધીમાં ટ્રેનના બે કોચ પ્લેટફોર્મ વટાવી આગળ નીકળી ગયા હતા.

પ્લેટફોર્મ પર નિયમિત સ્થાને હોલ્ટ લેવામાં ચૂક થાય તેનેસ્પેડ અથવાસિંગ્નલ ઓળંગવાની ઘટનામાં ગણાય છે, પરંતુ ખરેખર સિંગ્નલ પાર કરવાની સરખામણીમાં રેગ્યુલર ઠેકાણે હોલ્ટ ન લેવો ઓછું જોખમકારક હોય છે. જોકેઆ ગડબડને કારણે બાદમાં ટ્રેને ત્યાંજ ૧૦ મિનિટ સુધી ઊભા રહેવા પડ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
