
પશ્ચિમ રેલવેના નોન-સબર્બન સેક્શનના પ્રવાસીઓને ટિકિટ વિન્ડો લાંબી લાઈન લગાવવી પડે નહીં તેના માટે મહત્ત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓને નોન-સબર્બન સેક્શનમાં લગભગ 200 કિલોમીટરથી વધુના પ્રવાસ માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીના દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક (યુટીએસ) કરવાની સુવિધા પૂરી પાડી રહી છે.
આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS)ના તમામ કાઉન્ટર પર પણ ઉપલબ્ધ રહેશે, જેનાથી પ્રવાસીઓ વધુ ઝડપથી ટ્રેનનું બુકિંગ કરી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય ટિકિટ કાઉન્ટર પર ખાસ કરીને હોળી, દિવાળી, ઉનાળા/શિયાળાના વેકેશન, ક્રિસમસ અને અન્ય રજાઓ જેવી પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ભીડ અને લાઈનો ઘટાડવાનો છે. પ્રવાસીઓ હવે ખાસ કરીને યુટીએસ બુકિંગ વિન્ડો પર છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે આ એડવાન્સ બુકિંગ સુવિધાનો લાભ ઊઠાવે, એમ અધિકારીએ અપીલ કરી હતી.

અમુક પ્રવાસીઓ હજુ પણ આ જોગવાઈથી અજાણ છે અને પશ્ચિમ રેલવે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ફાયદાકારક છે, કારણ કે તે તેમને તેમની મુસાફરીનું આયોજન કરી શકે છે અને ટિકિટ પણ અગાઉથી બુક કરી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
