
મહારાષ્ટ્રના થાણેમાં એક નાગરિક સંસ્થા બનાવટી અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલી ૫૧ ઇમારતોને તોડી પાડશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)ની હદમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાના કોર્ટના નિર્દેશ બાદ નાગરિક સંસ્થાએ આ કાર્યવાહી કરી છે.

કેડીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડેવલપર્સ દ્વારા અનિયમિતતા અંગે ફરિયાદો મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને ચકાસણી અભિયાનમાં જાણવા હતું કે કલ્યાણ-ડોંબિવલીમાં નકલી અને બનાવટી દસ્તાવેજોના આધારે ૬૫ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામો બનાવવામાં આવ્યા હતા. કેડીએમસીના અધિકારક્ષેત્રમાં ૫૭ અનધિકૃત બાંધકામો આવે છે અને તેમાંથી છ બાંધકામો નાગરિક સંસ્થા પહેલાથી પાડી ચૂકી છે. આ કાર્યવાહીને કારણે લગભગ ૯,૦૦૦ રહેવાસીઓને અસર થાય તેવી સંભાવના છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
