આરેથી કફ પરેડ (માર્ગે સાંતાક્રુઝ, બીકેસી, દાદર) મેટ્રો-3ના અંડરગ્રાઉન્ડ સ્ટેશનના બ્રાન્ડિંગ દ્વારા નામકરણ કરવા માટે કોન્ટ્રેક્ટર મળતા નથી. તેથી આ રૂટ તૈયાર કરનારા મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે એ સંબંધી ટેંડરને મુદતવધારો આપવો પડ્યો છે. એના અંતર્ગત 22 સ્ટેશનનો સમાવેશ છે.

મેટ્રો-3 રાજ્યનો પ્રથમ અંડરગ્રાઉન્ડ અને 33.5 કિલોમીટર લાંબો રૂટ છે. એના પર કુલ 26 અંડરગ્રાઉન્ડ અને એક જમીનની ઉપર સ્ટેશન છે. આ રૂટનો પહેલો તબક્કો આરેથી બીકેસીનો છે જેમાં 10 સ્ટેશન છે. આ તબક્કો ડિસેમ્બર 2023 સુધી શરૂ થશે. આ સંબંધી કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. એ દરમિયાન કંપનીએ ટિકિટ ઉપરાંતની આવક માટે આ રૂટના જુદા જુદા સ્ટેશનના બ્રાન્ડિંગનું કામ હાથમાં લીધું છે. આ બ્રાન્ડિંગના બીજા તબક્કાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. પરિણામે કંપનીએ ટેંડર માટે મુદતવધારો આપવો પડ્યો છે.

આ રૂટ પરના કુલ 27 સ્ટેશનમાંથી બીકેસી, ચર્ચગેટ, સીએસએમટી, હુતાત્મા ચોક અને સિદ્ધિવિનાયક એમ પાંચ સ્ટેશનના બ્રાન્ડિંગ કંપનીએ પૂરું કર્યું છે. એમાં બીકેસી સિવાયના બાકીના ચાર સ્ટેશન આ રૂટના બીજા તબક્કાના છે. ત્રણ કંપનીએ આ પાંચ સ્ટેશનના બ્રાન્ડિંગની બોલી જીતી છે. એના દ્વારા કંપનીને રૂટ શરૂ થયા બાદ પાંચ વર્ષ સુધી કુલ 216 કરોડ રૂપિયા મહેસૂલ તરીકે મળશે. દર વર્ષે 5 ટકાના વધારા સાથે વાર્ષિક સરેરાશ 40 કરોડ રૂપિયાનું મહેસૂલ આ ત્રણ કંપનીઓ 5 સ્ટેશન માટે એમએમઆરસીને આપશે. એ જ પ્રમાણે કંપનીએ જૂન મહિનામાં બાકીના 22 સ્ટેશન માટે ટેંડર જારી કર્યા હતા. આ ટેંડર 27 જુલાઈના ખોલવાના હતા પણ પ્રતિસાદના અભાવે આ ટેંડરને 10 ઓગસ્ટ સુધી મુદતવધારો આપવામાં આવ્યો છે.

આમ થશે બ્રાન્ડિંગ
સ્ટેશનની આગળ કંપનીનું નામ લાગશે અને કંપનીનો લોગો નજરે ચઢે એ રીતે લગાડવામાં આવશે. 5 થી 20 સ્કવેર મીટર બ્રાન્ડિંગ માટે આપવામાં આવશે. જાહેરાત માટે સ્ટેશન પરિસરમાં કુલ 300 સ્કવેર મીટર જગ્યા આપવામાં આવશે. ટ્રેનમાં થતી ઘોષણામાં પણ કંપનીનું નામ બોલવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us