September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

કોંગ્રેસના કાર્યકરના ઘરે ચોરી!

ડોમ્બિવલીના દાવડી ગામમાં રહેતા ડેવલપર અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અમિત મ્હાત્રેના ઘરે ચોરીની એક ઘટના બની છે. ઘરના કબાટમાંથી 2 લાખ 94 હજારની મત્તાની ચોરી થઈ છે અને આ ચોરી ઘરમાં કામ કરતી નોકરાણીએ કરી છે. મ્હાત્રેએ આ મામલે માનપાડા પોલીસ સ્ટેશનમાં સુનીતા નિકમ (ઉંમર 45) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

કોંગ્રેસ કાર્યકર અમિત ડોમ્બિવલી નજીક દાવડી વિસ્તારમાં આવેલી રિજન્સી એસ્ટેટમાં રહે છે. અમિતની ફરિયાદ પર માનપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે સુનીતાની અટકાયત કરી છે.

આ વિશે અમિતે કહ્યું કે, મેં 5 લાખ રૂપિયા કબાટમાં રાખ્યા હતા. 15મી ઓગસ્ટના રોજ, મને પૈસાની જરૂર હતી, મેં જોયું કે તેમાં 2 લાખ 90 હજાર રૂપિયા ઓછા હતા. મેં ઘરમાં પૂછપરછ કરી તો તેઓએ કહ્યું કે ઘરમાં કોઈએ પૈસા ઉપાડ્યા નથી. ત્યારબાદ મેં બીજી સપ્ટેમ્બરે 10 હજાર રૂપિયા કબાટમાં મૂક્યા. તે સમયે નોટો પર સ્ટારનું નિશાન હતું.

બાદમાં મેં અલમારી તપાસી તો 10 હજાર રૂપિયામાંથી 4 હજાર ઓછા હતા. આથી જ્યારે ઘરના લોકોને પૂછવામાં આવ્યું કે કોઈએ પૈસા લીધા છે તો તેઓએ કહ્યું કે પૈસા કોઈએ લીધા નથી. તે પછી અમને અમારી ઘરકામ કરતી સુનીતા પર શંકા ગઈ અને અમે પૂછપરછ કરી ત્યારે તે સ્ટાર માર્કવાળી નોટો સાથે મળી આવી હતી. પછી અમને ખાતરી થઈ કે અમારા ઘરની નોકરાણી સુનિતાએ અગાઉ પણ મારા પૈસા ચોર્યા હતા.

આ અંગે માનપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us