June 13, 2024
11 11 11 AM
SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ
G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद
મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ
વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે
અવસાન નોંધ
પ્રાર્થનાસભા- મરણનોંધ
મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી (MVA) તૈયાર
PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બની ગયા આ શેર, રોકાણકારોને જલસા
Health Tips – હાર્ટ એટેકના તે 8 લક્ષણ, જેને ગરમી સમજી નજરઅંદાજ ન કરશો, પડી શકે છે ભારે
Breaking News
SPORTS : જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જાણો આ સમીકરણ G-7 शिखर सम्मेलन में शामिल होने के लिए इटली रवाना हुए पीएम मोदी, जॉर्जियो मेलोनी के साथ द्विपक्षीय बैठक की उम्मीद મનોરંજન – પંચાયત’ બાદ લોકો મને ‘પ્રધાનજી’ કહીને જ બોલાવે છે:રઘુબીર યાદવ વીમો લેતા પહેલા આ નવો નિયમ જાણી લો, ગમે ત્યારે પોલિસી કેન્સલ કરી શકાશે, રિફંડ પણ મળશે અવસાન નોંધ પ્રાર્થનાસભા- મરણનોંધ મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી (MVA) તૈયાર PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બની ગયા આ શેર, રોકાણકારોને જલસા Health Tips – હાર્ટ એટેકના તે 8 લક્ષણ, જેને ગરમી સમજી નજરઅંદાજ ન કરશો, પડી શકે છે ભારે

સાયન રોડ ઓવર બ્રિજનું કામ ચૂંટણીના પગલે ફરી એકવાર ટળી ગયું

સાયન સ્ટેશન પાસેના રોડ ઓવર બ્રિજને તોડી પાડવાનું કામ ફરી એક વખત અનિશ્ર્ચિત મુદત માટે આગળ ઢકેલવામાં આવ્યું છે. તેથી ૨૮ માર્ચ, ૨૦૨૪થી બંધ કરવામાં આવનારો આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો રહેવાનો હોવાથી ફરી એક વખત મુંબઈગરાને રાહત મળવાની છે. રેલવે દ્વારા પુલને તોડી પાડવાનું કામ ત્રીજી વખત મોકુફ રાખવામાં આવ્યું છે, તે પાછળના કારણ બાબતે મધ્ય રેલવેએ મૌન રાખવાનું પસંદ કર્યું હતુંં. જોકે અંદરખાને ચાલી રહેલી ચર્ચા મુજબ આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી હોવાથી મુંબઈગરાની નારાજગી પરવડે નહીં એ કારણથી પુલને તોડવાનું મોકુફ રાખવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ જૂનમાં ચૂંટણીના રિઝલ્ટ આવશે આ દરમિયાન ચોમાસાનું આગમન થઈ જશે અને એ દરમિયાન કોઈ ડિમોલીશનનું કામ કરવામાં આવશે નહીં. એટલે હવે સાયન પુલનું કામ દિવાળી સુધી ખેંચાઈ જવાની શક્યતા છે.

મધ્ય રેલવેની પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ તેમ જ સાયન પુલ અત્યંત જૂનો હોવાથી તેને તોડી પાડીને નવો પુલ બાંધવામાં આવવાનો છે. મધ્ય રેલવે અને મુંબઈ મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કામ કરવાની છે. પુલને તોડી પાડવાનું કામ ગુરુવાર, ૨૮ માર્ચથી કરવામાં આવવાનું હતું, પરંતુ ફરી એક વખત તેને મોકુફ રાખવામાં આવ્યું છે. આ અગાઉ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પુલને તોડી પાડવાનું કામ હાથમાં લેવામાં આવવાનું હતું. પરંતુ સ્થાનિક નાગરિકોને વિરોધને પગલે કામને આગળ ઢકેલવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કામ ચાલુ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ બોર્ડની પરીક્ષા હોવાનું કારણ આગળ કરીને નવેસરથી ૨૮ માર્ચની તારીખ જાહેર કરવામાં આવી હતી. જોકે હવે ૨૮ માર્ચની તારીખ પણ આગળ ઢકેલવામાં આવી છે.

રેલવે દ્વારા પુલને તોડી પાડવાનું કામ અનિશ્ચિત સમય માટે આગળ ઢકેલવા પાછળ જોકે અંદરખાને એવું ચર્ચાઈ રહ્યું છે કે પુલ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડવાની છે. ત્યારે આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી હોવાથી પુલ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકોની નારાજગીનો ભોગ લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને પડી શકે છે અને તેને કારણે જ રાજકીય સ્તરે આવેલા દબાણને કારણે રેલવેએ પુલને તોડી પાડવાનું હાલ પૂરતું મોકુફ રાખ્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us