
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મરીન ડ્રાઈવ સાથે બાન્દ્રા- વરલી સી લિંકને જોડનારો દક્ષિણ તરફના કનેકટરને આવતા અઠવાડિયે ખુલ્લો મૂકવાની તૈયારી મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. હાલ પાલિકા સાઈનબોર્ડ, પેઈન્ટિંગ અને લાઇટિંગ સહિતના કામ પતાવી રહી છે. કોસ્ટલ રોડના આ ભાગનું સત્તાવાર ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ૨૬ જાન્યુઆરીના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હજી સુધી કોસ્ટલ રોડના વરલીમાં બે અને હાજી અલીમાં એક ઈન્ટરચેન્જનું કામ હજી પત્યું નથી અને તે આવતા મહિના સુધીમાં પૂરું થશે એવું માનવામાં આવે છે.
મરીન ડ્રાઈવથી સી લિંક સુધીના કનેકટરનો દક્ષિણ તરફનો રોડ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અગાઉ દક્ષિણ મુંબઈથી વાહનચાલકો ઉત્તર તરફ વાયા બાન્દ્રા-વરલી સી લિંક થઈને જતા હતા પછી કોસ્ટલ રોડ પર જવા માટે વરલીના અબ્દુલ ગફાર ખાન માર્ગ પર ઉતરીને આગળ વધતા હતા. કોસ્ટલ રોડ કનેકટરના દક્ષિણ તરફના ભાગનું કામ પૂરું થયા પછી વાહનચાલકો હવે સી લિંકથી સીધા મરીન ડ્રાઈવ પર જઈ શકે છે, જેનાથી ઉત્તરથી દક્ષિણ તરફની મુસાફરી સરળ થઈ રહેશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડ પરનું કામ તેના અંતિમ તબક્કામાં છે, જેમાં પેઈન્ટિંગ, લાઈટિંગ અને સાઈન બોર્ડનું હાલ ચાલી રહ્યું છે.

૨૬ જાન્યુઆરીના મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે. ત્યારબાદ બીજા દિવસથી એટલે કે સોમવારથી ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો મુકાશે. જોકે હાજી અલી તરફના પટ્ટામાં (વરલીથી લોટ્સ જેટી) અને વરલીમાં બે માર્ગ પ્રભાદેવીથી બાન્દ્રા અને પ્રભાદેવીથી મરીન ડ્રાઈવ પર બાકી રહેલું કામ ફેબ્રુઆરી અંત સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે. આ દરમિયાન પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ બ્રીચ કેન્ડી ખાતે પ્રિયદર્શિની પાર્કથી સી લિંકના વરલી છેડા સુધી ફેલાયેલો ૭.૫ કિલોમીટર લાંબો પ્રોમેનેડ મે સુધીમાં તૈયાર થવાની ધારણા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
