
બોમ્બે હાઈ કોર્ટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓના વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. મહાનગરપાલિકા વહીવટી તંત્રે, કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી કુદરતી જળાશયોમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગણેશ પંડાલો પર પ્રતિબંધ મૂકતા અનેક ગણેશોત્સવ મંડળોએ ગણેશ પ્રતિમાઓને પંડાલમાં પરત લાવી ઢાંકી દીધી હતી.
પંડાલમાં લાવવામાં આવેલી ગણેશ મૂર્તિઓનું શું કરવું એનો નિર્ણય મંડળોએ હજી નથી લીધો. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં, દર વર્ષે હજારો ગણેશ પંડાલો પીઓપીની મૂર્તિઓની સ્થાપના કરે છે. પર્યાવરણ માટે હાનિકારક હોવા છતાં, ઘણા લોકો પીઓપીની ગણેશ મૂર્તિ ઘરે પણ લાવે છે.

આ મામલાની ગંભીર નોંધ લેતા, બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને 12 મે, 2020ના દિવસે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુધારેલી માર્ગદર્શિકા અનુસાર પીઓપી મૂર્તિઓ પરના પ્રતિબંધનો કડક અમલ કરવા નિર્દેશ આપ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
