
ભારતની આર્થિક રાજધાની અને મોટા ભાગના નાગરિકોના સ્વપ્નને સાકાર કરતી માયાનગરીની ઓળખ ધરાવતા મુંબઈ શહેરમાં પોતાનું ઘર હોવું જોઈએ એવી દરેકની ઈચ્છા હોય છે. પણ આ જ માયાનગરીમાં પોતાનું ઘર ખરીદવું પડકારજનક બન્યું છે. સરખામણીએ 2024માં મુંબઈ મહાનગર ક્ષેત્રના ઘરની કિંમતમાં 18 ટકાનો વધારો થયો છે. આ આંકડા પ્રોપટાઈગર ડોટકોમના રિયલ ઈનસાઈટ રેસિડેન્સિયલ એન્યુઅલ રાઉન્ડઅપ 2024 અહેવાલમાં પ્રકાશમાં આવ્યા છે.
આ અહેવાલ અનુસાર દેશના મુખ્ય 8 શહેરની માલમતાની કિંમતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયમાં ઘણો વધારો થયો. સૌથી વધુ દિલ્હી એનસીઆરમાં 49 ટકાનો વધારો થયો. એ પછીના ક્રમે મુંબઈ, પુણે, ચેન્નઈનો ક્રમ છે. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં (મુંબઈ, નવી મુંબઈ અને થાણે)માં 18 ટકાનો વધારો થયો.

પુણે અને ચેન્નઈમાં 16, બેંગલુરુ 12, કોલકાતા અને અમદાવાદમાં 10 ટકા તો હૈદરાબાદમાં સૌથી ઓછો 3 ટકાનો વધારો થયો છે. દેશના મુખ્ય શહેરોના ઘરની કિંમતમાં થયેલો વધારો બે આંકડામાં છે. તેથી આ શહેરોમાં ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા સામાન્ય નાગરિકોએ આર્થિક તાલમેલ બેસાડવો મુશ્કેલ થયું છે. માલમતાની વધેલી કિંમત, વધતી માગ એ ડેવલપરોની શક્યતા અને ખરીદદારોની હકારાત્મક વૃત્તિના નિર્દેશક છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
