
પ્લાસ્ટિક વિરોધી કાર્યવાહી કરવા છતાં પ્લાસ્ટિક થેલીઓનું વેચાણ અને વપરાશ ચાલુ જ હોવાથી મુંબઈ મહાપાલિકા નવા વર્ષમાં નવી ઝુંબેશ શરૂ કરશે.
મહાપાલિકાની બજારોમાં પ્લાસ્ટિક બંધીની કઠોર અમલબજાવણી કરવામાં આવશે અને એ પછી આ ઝુંબેશનું વિસ્તરણ કરવામાં આવશે. પ્લાસ્ટિકની થેલીઓના બદલે કપડાની થેલીઓ અથવા પર્યાવરણપૂરક થેલી વાપરવા પર ભાર મૂકવા બાબતે મુંબઈ મહાપાલિકાનું નિયોજન ચાલુ છે. પ્લાસ્ટિકની થેલી મળશે તો મહાપાલિકા તરફથી 500 રૂપિયા દંડ અથવા એના કરતા વધુ દંડ વસૂલ કરવામાં આવશે.
મુંબઈમાં 26 જુલાઈ 2005માં આવેલા પુર માટે પ્લાસ્ટિકની થેલીઓ જ કારણભૂત હતી. એ પછી 50 માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર બંધી મૂકવામાં આવી. આ બંધી પછી 50 માઈક્રોન કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ અથવા સ્ટોક કરનારા પર મુંબઈ મહાપાલિકા તરફથી કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી.

કોરોનાના સમયમાં આ કાર્યવાહી ધીમી પડી અને એ પછી મહાપાલિકાએ 1 જુલાઈ 2022થી બંધી મૂકેલા પ્લાસ્ટિક વિરુદ્ધ ફરીથી ઝુંબેશ શરૂ કરવામાં આવી. એ અનુસાર બજાર, દુકાનો અને આસ્થાપના, લાયસંસ વિભાગની વોર્ડ મુજબ ટીમ પોતપોતાની પરિસરમાં દુકાનોની મુલાકાત લેતા બંધી મૂકેલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. દુકાનદારો બંધી મૂકેલું પ્લાસ્ટિક વાપરે તો દંડ વસૂલ કરીને એ પછી જપ્ત કરેલું પ્લાસ્ટિક મહાપાલિકા વોર્ડના ગોડાઉનમાં રાખવામાં આવતું. આ કાર્યવાહી ચાલુ છે છતાં પ્લાસ્ટિક પર પૂર્ણપણે અંકુશ આવ્યો નથી. તેથી જે ઠેકાણે સૌથી વધુ પ્લાસ્ટિક વાપરવામાં આવે છે એવી માર્કેટમાં પ્લાસ્ટિક બંધીનો પ્રયોગ કરવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. મહાપાલિકાની બજારોમાં આ બંધી લાગુ કરવામાં આવશે અને એ પછી અન્ય બજારોમાં પણ લાગુ કરવામાં આવશે.
પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશમાં 42 લાખ દંડ વસૂલ
મુંબઈ મહાપાલિકાએ 2024માં પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં 44 હજાર 448 ઠેકાણે મુલાકાત કરવામાં આવી. એમાં 833 પ્રકરણમાં 3 હજાર 148 કિલો પ્લાસ્ટિક મળ્યું. એ માટે 41 લાખ 70 હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

માર્કેટનો વિકાસ શરૂ કર્યો
મુંબઈ મહાપાલિકાની 91 માર્કેટ કાર્યરત છે. એમાંથી કેટલીક માર્કેટનો વિકાસ મહાપાલિકાએ શરૂ કર્યો છે. એમાં દાદરની ક્રાંતિસિંહ નાના પાટીલ માર્કેટ, નળબજાર પરિસરની મિર્ઝા ગાલીબ માર્કેટ, માહિમની ગોપી ટેંક માર્કેટ, ફોર્ટની મહાત્મા ફૂલે ક્રાફર્ડ માર્કેટ વગેરેનો એમાં સમાવેશ છે. આ બજારોનો વિકાસ કરતા પર્યાવરણનું સંવર્ધન પણ મહાપાલિકા તરફથી કરવામાં આવશે. એમાં પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર જ બંધી મૂકવામાં આવશે એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
