
મેડિકલ કોલેજોએ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં ડિગ્રી અને પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસક્રમ અને નવી મેડિકલ કોલેજ શરૂ કરવા રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ પાસે મોટા પ્રમાણમાં અરજી કરી છે. તેથી આ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, ઉપલબ્ધ પ્રોફેસરોની સંખ્યા, ઉપકરણો અને સાધનસામગ્રીની તપાસ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગે લીધો છે. તબીબી મૂલ્યાંકન અને ક્રમવારી મંડળે આ તપાસ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા યોગ્ય સમયે શરૂ કરવા મૂલ્યાંકન કરવા સરકારી મેડિકલ કોલેજને પ્રોફેસરોને નોંધણી કરવાની હાકલ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ તરફથી કરવામાં આવી છે.
ભારતની મેડિકલ શિક્ષણની ગુણવત્તા નિશ્ચિત કરવા અને વધારવા મેડિકલ કોલેજોની તપાસ એક મહત્વની પ્રક્રિયા છે. રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ મારફત આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે છે. એ અનુસાર 2025-26ના શૈક્ષણિક વર્ષમાં નવી મેડિકલ કોલેજ અને ડિગ્રી તથા પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસક્રની સીટ વધારવા બાબતે અરજી કરનારી વિવિધ મેડિકલ કોલેજોએ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના તબીબી મૂલ્યાંકન અને ક્રમવારી મંડળ તરફથી અચાનક તપાસ કરવામાં આવશે. એમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, વિદ્યાવેતન, ઉપલબ્ધ પ્રોફેસરોની સંખ્યા, ઉપલબ્ધ ઉપકરણો અને સાધનસામગ્રી, હોસ્પિટલમાં બેડની સંખ્યા, પ્રયોગશાળા, લાયબ્રેરી, હોસ્ટેલ, મેસ સહિત વિવિધ સુવિધાઓની તપાસ કરવામાં આવશે.

આ તપાસ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય મેડિકલ મૂલ્યાંકન અને ક્રમવારી મંડળે લીધો છે. તપાસ પ્રક્રિયા યોગ્ય સમયમાં થાય એ માટે સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસરોની નિયુક્તી કરવાનો નિર્ણય આયોગે લીધો છે.
મેડિકલ કોલેજોનું મૂલ્યમાપન કરવા મેડિકલ કોલેજના પ્રોફેસરોએ પંદર દિવસમાં અરજી કરવી એવી સૂચના આયોગે મેડિકલ કોલેજના ડીનને કરી છે. એ અનુસાર તબીબી મૂલ્યાંકન અને ક્રમવારી મંડળની વેબસાઈટ પર ગૂગલ અરજીની લિન્ક પ્રોફેસરો માટે ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ લિન્ક ભરીને પ્રોફેસરોને અરજી કરવાની હાકલ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગે કરી છે.
તો કોલેજની માન્યતાને નકાર
રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ તરફથી કરવામાં આવેલી તપાસમાં નિયમાનુસાર સગવડ અને સુવિધાઓ તથા પાયાભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો સંબંધિત મેડિકલ કોલેજની માન્યતા નકારવામાં આવી શકે છે અથા સીટમાં વધારા સંદર્ભે તે મેડિકલ કોલેજની અરજી ફગાવી દેવામાં આવી શકે છે. તેથી માન્યતા મેળવવા મેડિકલ કોલેજોએ સજ્જ રહેવું પડશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
