
કચ્છથી મુંબઈ આવવાના નીકળેલા કાપડના વેપારીનું કથિત અપહરણ કરી પુત્ર પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વેપારીનો છુટકારો કરાવ્યો હતો. આરોપીઓએ પચીસ લાખ રૂપિયા મલાડના આંગડિયા મારફત મોકલાવવાની સૂચના આપી હતી. પોલીસ આ કેસમાં આંગડિયાની પણ તપાસ કરશે.
વાકોલા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રાધેશ્યામ મેવાલાલ સોની (30), સતીશ નંદલાલ યાદવ (33) અને ધર્મેન્દ્ર રામપતિ રવિદાસ (40) તરીકે થઈ હતી. ત્રણેય આરોપી મલાડ, કાંદિવલી અને ગોરેગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર કચ્છના ભચાઉ તાલુકામાં રહેતા કાપડના વેપારી કેશવજી ચૌધરી (60) વ્યવસાય નિમિત્તે સમયાંતરે મુંબઈ આવતા હોય છે. મુંબઈમાં સાંતાક્રુઝ પૂર્વમાં રહેતા પુત્ર મહેશકુમાર ચૌધરીના ઘરે ઘણી વાર રોકાતા હોય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
