
નવું વર્ષ શરૂ થતાં જ સૌ પ્રથમ ફળોના રાજા આફૂસ તેમ જ કેસર આંબાની રાહ જોવાનું શરૂ થાય છે. આ વર્ષે કોકણના આંબાએ મુંબઈમાં વહેલી એન્ટ્રી કરી છે. કોકણમાંથી રવાના થયેલી કેસર આંબાની પહેલી પેટી રવિવારે વાશી માર્કેટમાં દાખલ થઈ હતી. આ પેટીની રીતસરની પૂજા કરીને આ વર્ષની આંબાની મોસમનું મૂરત કરવામાં આવ્યું હતું.

કોકણના આંબા સૌને પ્રિય છે. દર વર્ષે વાશીની એપીએમસી માર્કેટમાં આંબાની પહેલી પેટી દાખલ થાય છે. આ વર્ષની મોસમમાં કેસર આંબાની પહેલી પેટીની રવિવારે વાશીની એપીએમસી માર્કેટમાં વેચાણ કરવામાં આવ્યું. કોકણમાંથી આવેલા આંબાની આ પ્રથમ પેટી હતી. તેથી મૂરત કર્યા પછી ફક્ત થોડી મિનિટોમાં જ આંબાનો સારો ભાવ ઉપજ્યો હતો. એપીએમસી માર્કેટના ફળના વેપારી સંજય પાનસરેએ કેસર આંબાની પહેલી પેટીના વેચાણની ખુશખબરી આપી હતી. સિંધુદુર્ગ જિલ્લાના વાઘોટણ, તાલુકા દેવગડ ખાતેના આંબા ઉત્પાદક ખેડૂત શકીલ મુલ્લાની આંબાવાડીમાં તૈયાર થયેલા પાંચ ડઝન કેસર આંબાની પેટી એન. ડી. પાનસરે એન્ડ સન્સ દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવી હતી. એ સમયે પેટીની રીતસરની પૂજા કરવામાં આવી. કોકમમાંથી હાફૂસ અને કેસર આંબાની આવક ધીમે ધીમે થતી રહેશે. આંબાની મુખ્ય સીઝન 15 માર્ચ પછી જ શરૂ થશે એમ પાનસરેએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
