
મુલુંડ વેસ્ટ સ્થિત ભીમજ્યોતિ બિલ્ડીંગ પરથી કૂદીને ટીનેજરે કરી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એસીસી રોડ સ્થિત ૧૩ માળની ભીમજ્યોતિ બિલ્ડીંગમાં રહેતી ૧૫ વર્ષની શ્રેયસી સંજય જગતાપે રવિવારે કૃ મધરાતે સાતમા માળેથી પરથી કૂદીને જીવન સંકેલી લીધું – હોવાની ઘટના ઘટી છે. ટીનેજરે જ્યારે નીચે ઝંપલાવ્યું ત્યારે તેના ઘરના અન્ય સદસ્યો સૂઈ ગયા હતા અને તેણી મોડી રાત સુધી અભ્યાસ કરતી હતી. મુલુન્ડ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર શ્રેયસીએ સાતમા માળેથી ઝંપલાવતા બિલ્ડીંગમાંથી જોરજોરથી બૂમોનો અવાજ આવતા જગતાપે પરિવાર જાગી ગયો હતો અને તેમણે તપાસ કરતાં આ ચોંકાવનારી ઘટના જાણવા મળી હતી. શ્રેયસીને તાત્કાલિક નજીકની પ્લેટિનમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેને દાખલ કરવા પૂર્વે જ ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.
પોલીસને હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. આ હૃદયદ્રાવક ઘટના પાછળનું કારણ જાણવા માટે મુલુન્ડ પોલીસ વધુ વિગતો મેળવવા પરિવારના સભ્યો અને પાડોશીઓ સાથે વાત કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
