ઉનાળાની રજાઓનો આનંદ માણવા ગયેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વિરાર નજીક આવેલા નવાપુરના એક રિસૉર્ટમાં રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યે ૭ વર્ષના બાળકનું સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી મોત થયું હતું. બાળકની ઓળખ લવિત યાદવ તરીકે થઈ છે. અર્નાળા મરીન પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઉનાળાના વેકેશનને કારણે વસઈ-વિરારમાં આવેલા રિસૉર્ટ્સમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, પણ આ ઘટનાએ રિસૉર્ટ્સમાં પ્રવાસીઓની, ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ફરી એક વાર ગંભીર ચિંતા જગાવી છે.

અર્નાળા મરીન પોલીસના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ભાંડુપના રામલાલ યાદવ રવિવારે પોતાના પૌત્રોને લઈને વસઈના નવાપુરના મંથન રિસોર્ટ આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે બધાં બાળકો રિસૉર્ટના વેવ—પૂલમાં રમી રહ્યાં હતાં. રમતાં-રમતાં અચાનક લવિત પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના ધ્યાનમાં આવતાં રિસોર્ટના લાઇફગાર્ડે તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢ્યો અને વિરારની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
