ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ રાજ્યભરમાં એક વર્ષ માટે કૃત્રિમ (એનાલોગ) અથવા સિન્થેટિક પનીરના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંઢેએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ની કલમ 30(2)(એ) હેઠળ આ આદેશ જાહેર કર્યો છે, જે રાજ્યના ગેઝેટમાં પ્રસિદ્ધ થતાં જ તાત્કાલિક અમલમાં આવ્યો છે.એફડીએએ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચનને પણ નોન-ડેરી પનીરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જો કોઈ વાનગીમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે તો ગ્રાહકોને તેની સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત રહેશે. ગ્રાહકોને અસલી પનીરના નામે કૃત્રિમ પનીર પીરસવું અન્યાયી વેપાર પ્રથા ગણાશે. આ નિર્ણય એપ્રિલ-2025થી માર્ચ-2026 દરમિયાન લેવામાં આવેલા 308 પનીર અને ડેરી-એનાલોગના નમૂનાઓના પરીક્ષણ બાદ લેવામાં આવ્યો છે. પરીક્ષણમાં 109 નમૂનાઓ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ ગયા હતા. તેમાંથી 79 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ અને 30 નમૂનાઓ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રયોગશાળાના પરીક્ષણોમાં અનેક નમૂનાઓમાં દૂધની ચરબીના સ્થાને વનસ્પતિ ચરબી અને પામ તેલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો હતો.
એફડીએએ પનીરના લેબલિંગ નિયમો પણ વધુ કડક બનાવ્યા છે. નિયમિત, મધ્યમ ચરબીવાળા અને ઓછી ચરબીવાળા પનીરના વેચાણ માટે અલગ-અલગ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તમામ ઉત્પાદનો પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) નિયમો મુજબ જરૂરી માહિતી દર્શાવવી ફરજિયાત રહેશે. નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત ઉત્પાદકો અને વેપારીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
