મુલુંડની સિનિયર સિટીઝન મહિલા સાથે શેરબજારમાં રોકાણ કરીને વધુ પૈસા કમાવાની આકર્ષક ઓફર કરીને રૂા.૪૧ લાખનો સાયબર ફ્રોડની ઘટના સર્જાવા પામી છે. સારી એવી કમાણી થઈ શકે એવી લાલચ આપતાં ભોળવાઈ ગયેલી આ ફરિયાદી મહિલાને એન્જલવન માર્કેટ માસ્ટર્સ નામના વોટ્સએપ એકાઉન્ટમાં જોડાવા માટે લિન્ક મોકલાવી તેના પર ક્લીક કરતાં મહિલા તેમાં જોડાઈ ગઈ.
બનાવની વિગત અનુસાર વૈદેહી કોઠારે (૭૮) નામની સેવા નિવૃત્ત બેન્ક કર્મચારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર આ વૃદ્ધ મહિલા કર્મચારીને ૩-૩-૨૦૨૬ના રોજ શ્રદ્ધા સિંગ નામની મહિલાએ ફોન કરીને શેર માર્કેટમાં રોકાણ કરવા લાલચ આપી. શ્રદ્ધા સિંગએ ફરિયાદી મહિલાને રજીસ્ટ્રેશન માટેની `જરૂરી તમામ વિગતો લઈ લીધી અને વિવિધ બેન્કોના ખાતામાં પૈસા જમા કરવા માટે જણાવ્યું અને આ બેન્ક ખાતામાં મહિલાએ પૈસા ભરી દીધા.

ભરેલી રકમ કરતાં ઘણી વધુ રકમ દેખાતી હતી અને વૈદેહીએ પૈસા પાછા લેવા માટે કહ્યું પરંતુ શ્રદ્ધા સિંગએ વિવિધ વેરા લાગશે એમ કહીને તેની વાત ટાળતી ગઈ અને આમાં રોકેલી રકમનો આંકડો રૂા.૪૧,૫૨,૭૮૪ થઈ ગયો અને વૈદેહીએ વિથડ્રોઅલ માટે ફરી કહેવા છતાં જવાબ ન મળતાં વૈદેહીને શંકા ગઈ કે તેની સાથે સાયબર ફ્રોડ થયું છે. આથી તા.૧૧-૫-૨૬ના રોજ વૈદેહીએ સાયબર ક્રાઈમના ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
