સબર્બન રેલવેમાં રિઝર્વ કોચમાં ગેરકાયદે મુસાફરી કરવાનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે, ત્યારે મધ્ય રેલવેએ પણ ભારતીય રેલવેના સૂચિત સુધારા અનુસાર હવે રિઝર્વ કોચમાં ગેરકાયદે મુસાફરી કરનારા સામે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય રેલવેએ મુસાફરો માટેના નિયમોમાં મોટા ફેરફારોને હવે અમલમાં મૂક્યા છે. જન વિશ્વાસ (સુધારા જોગવાઈઓ) અધિનિયમ-2026 હેઠળ રેલવે અધિનિયમ, 1989માં કરાયેલા સુધારાઓ હવે લાગુ થઈ ગયા છે. જન વિશ્વાસ (સુધારા જોગવાઈઓ) અધિનિયમ-2026 હેઠળ રેલવે અધિનિયમ, 1989માં સુધારો કરીને નવા કડક નિયમો અમલી બનાવાયા છે. સબર્બન અને લાંબા અંતરની ટ્રેનોમાં રિઝર્વ કોચ તથા મહિલા ડબ્બામાં અનધિકૃત મુસાફરીના વધતા કિસ્સાઓને ડામવા મધ્ય રેલવેએ આ આક્રમક ઝુંબેશ શરૂ કરી છે.

સુધારેલા નિયમો અને દંડની આંકડાકીય વિગતો નીચે મુજબ છે:
સુધારેલા દંડ અને સજાની વિગત
| ગુનાનો પ્રકાર | અગાઉનો દંડ | નવો/સુધારેલો દંડ | દંડ ન ભરાય તો કોર્ટ કાર્યવાહી/સજા |
| રિઝર્વ કોચમાં અનધિકૃત પ્રવેશ | ₹500 (મહત્તમ) | ₹2,000 | ₹3,000 સુધીનો દંડ, જેલવાસ અને કોચમાંથી બહાર |
| અધિકૃત મુસાફરને બેઠક મેળવતા રોકવા | – | ₹1,000 સુધી | કોર્ટ દ્વારા કાનૂની કાર્યવાહી અને સજા |
| મહિલા કોચમાં પુરુષોની ગેરકાયદે મુસાફરી | – | ₹2,500 સુધી | ₹5,000 સુધીનો દંડ |
| અન્યની ટિકિટ પર મુસાફરી / ગેરકાયદે ખરીદી | – | ટિકિટ જપ્ત + ભાડું + વધારાનું શુલ્ક | 6 મહિના સુધીની જેલ અથવા ₹2,000 દંડ |
| વિના ટિકિટ મુસાફરી (કલમ-137) | – | મૂળ ભાડું + ઓછામાં ઓછો ₹500 દંડ | 6 મહિના સુધીની કેદ, દંડ અથવા બંને |
મુખ્ય હેતુ અને રેલવેની અપીલ
- સુરક્ષા અને શિસ્ત: આ ફેરફારોનો મુખ્ય આશય રેલવે પ્રવાસ દરમિયાન શિસ્ત જાળવવાનો, અનિયમિતતાઓ રોકવાનો અને કાયદેસરના મુસાફરોની મુસાફરી સુરક્ષિત બનાવવાનો છે.
- રેલવેની સલાહ: દંડ અને જેલની સજા જેવા આકરાં કાનૂની પગલાંથી બચવા માટે મધ્ય રેલવેએ તમામ મુસાફરોને માન્ય ટિકિટ ખરીદીને જ યોગ્ય ડબ્બામાં મુસાફરી કરવા અનુરોધ કર્યો છે.

મધ્ય રેલવેએ મુસાફરોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે ટિકિટ વગર મુસાફરી, રિઝર્વ કોચમાં અનધિકૃત પ્રવેશ, મહિલાઓ માટે અનામત ડબ્બામાં મુસાફરી તેમ જ અન્ય વ્યક્તિની ટિકિટનો ઉપયોગ જેવા નિયમભંગ હવે ભારે પડી શકે છે. આવા ગુનાઓ માટે દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને જરૂર પડે તો કોર્ટ કાર્યવાહી તથા જેલની સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે..
રિઝર્વ કોચમાં કન્ફર્મ ટિકિટ વિના અનધિકૃત પ્રવેશ કરનારા સામે પણ હવે કડક કાર્યવાહી થશે. અગાઉ આ ગુનામાં મહત્તમ 500 રૂપિયાનો દંડ હતો, જે હવે વધારીને 2,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
ઉપરાંત, અધિકૃત મુસાફરોને તેમની બેઠક અથવા કોચમાં પ્રવેશતા રોકનાર સામે 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ ભરવામાં નહીં આવે તો મામલો કોર્ટમાં જશે, જ્યાં 3,000 રૂપિયા સુધીનો દંડ અને કોચમાંથી બહાર કાઢવાની કાર્યવાહી તેમજ જેલ પણ થઈ શકે છે.
મહિલાઓ માટે અનામત ડબ્બામાં પુરુષો દ્વારા ગેરકાયદે મુસાફરી સામે પણ હવે વધુ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આવા કિસ્સામાં 2,500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, જ્યારે દંડ ન ભરાય તો કોર્ટ 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.
આ ઉપરાંત અન્ય વ્યક્તિના નામની ટિકિટ પર મુસાફરી કરવી અથવા અનધિકૃત વ્યક્તિ પાસેથી ટિકિટ ખરીદવી પણ હવે ગંભીર ગુનો ગણાશે. આવા કિસ્સામાં ટિકિટ જપ્ત કરવામાં આવશે, મુસાફરીનું ભાડું અને વધારાનું શુલ્ક વસૂલવામાં આવશે. રકમ નહીં ચૂકવાય તો છ મહિના સુધીની જેલ અથવા 2,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

સુધારેલી કલમ-137 મુજબ હવે ટિકિટ અથવા માન્ય પાસ વગર મુસાફરી કરતા મુસાફરે માત્ર મુસાફરીનું ભાડું જ નહીં, પરંતુ ઓછામાં ઓછા 500 રૂપિયાનો વધારાનો દંડ પણ ચૂકવવો પડશે.
જો મુસાફર રકમ ચૂકવવાનો ઇનકાર કરશે તો તેની સામે કોર્ટમાં કેસ દાખલ થશે. કોર્ટ આવા કેસમાં છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને સજા ફટકારી શકે છે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટ વગરની મુસાફરી પર અસરકારક નિયંત્રણ લાવશે
મધ્ય રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમોનો મુખ્ય હેતુ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, રેલવેમાં શિસ્ત જાળવવાનો અને અનિયમિતતાઓને રોકવાનો છે. રેલવે તંત્રએ તમામ મુસાફરોને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવા, અનામત કોચના નિયમોનું પાલન કરવા અને કાયદો ન તોડવાની અપીલ કરી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
