
આદિ એકેડેમીના વાર્ષિક મેળાવડામાં બાળકોને વ્યવહારિક સ્કૂલ શિક્ષણ સાથે જૈન શિક્ષણ કેવી રીતે આપવું તેનું સુંદર રીતે આધુનિક પદ્ધતિનું વર્ણન કર્યું હતું. રવિવારના વાર્ષિક મેળાવડામાં સંસ્થાના સ્થાપક પ્રમુખ મનીષભાઈ સુમતિલાલ મહેતા, ટ્રસ્ટી કાશ્મીરાબેન મનીષભાઈ મહેતા, સંસ્થાના શિક્ષિકા બહેનો, કર્મચારીઓ તેમ જ સંસ્થા સાથે જોડાયેલા અન્ય સભ્યોએ ભૂબ જ સુંદર આયોજન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ, ટ્રસ્ટી અશોકભાઈ ચરલા, મહિલા વિભાગનાં ઉપાધ્યક્ષા અલ્પાબેન શાહ, અન્ય મહાનુભાવોએ દીપ પ્રજ્જવલિત કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં પૃથ્વીનાં પાંચ તત્ત્વો (હવા, પાણી, અવકાશ, જમીન અને અગ્નિ) પોતાની કળાઓ સાથે 180 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રાષ્ટ્રને એક શક્તિશાળી સંદેશ આપવા માટે ભેગા થયા હતા.મનમોહક પ્રદર્શન દ્વારા, તેઓએ દરેક પૃથ્વીના તત્ત્વના મહત્ત્વ, તેના રક્ષણ અને જાળવણીની તાત્કાલિક પૃથ્વીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આદિ એકેડેમીના બાળકોએ સુંદર રીતે પોતાની કળાઓનો અદભુત પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે સંજયભાઈ શાહે જણાવ્યું કે બાળકોને સંસ્કાર આપવાનું જે દીપક પ્રગટાવાયું છે તેમાં જૈન સમાજના અગ્રણીઓએ જોડાઈને દરેક જગ્યાએ આદિ એકેડેમી જેવી જૈન સ્કૂલની સ્થાપના કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં અહીંથી ઘડાયેલો બાળક જિન શાસનનો સાચો શ્રાવક, શ્રાવિકા, જૈન ટ્રસ્ટી, સાધુ, સાધ્વી અને જૈન શાસન જૈન રક્ષક બનશે.
બાળકોમાં ધાર્મિક સંસ્કાર હશે તો તેમનો વિકાસ જરૂરથી વધશે.દરેક જૈન વાલીઓને પોતાના બાળકોને આદિ એકેડેમી જેવી સ્કૂલમાં મોકલવા જોઈએ, જેથી તેમનું બાળક ભવિષ્યમાં સ્વાવલંબી, સંસ્કારી, વ્યવહારિક, આજ્ઞાકારી, જૈન શાસન પ્રેમી બનશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી ડો. બિપિન દોશી, હસમુખભાઈ રાંભિયા, દિલીપ જૈન, અલ્પેશભાઈ, નીતિનભાઈ વોરા, પરેશભાઈ, નિલેશ ગાંધી, કૈલાશભાઈ, દિવ્યાંગભાઈ, રમેશભાઈ દોશી રાકેશ જૈન વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
