અંબરનાથ તાલુકાના દ્વારલી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શિંદે જૂથના ભૂતપૂર્વ નગરસેવક, અને શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદના સમાધાન માટે બંનેને ઉલ્હાસનગરના કેમ્પ નંબર 5 હિલલાઇન પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. હિલલાઇન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ જગતાપની કેબિનમાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ફરી એક વાર બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યાર પછી ભાજપના વિધારાસભ્ય ગણપત ગાયકવાડ અને એક સાથીદારે તેમની બંદૂક કાઢી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ અને શિવસેના શિંદે જૂથના તેમના ભાગીદાર રાહુલ પાટીલને ગોળી લાગી હતી. આ પ્રકરણે રાજ્યમાં સત્તાધારી અને વિરોધપક્ષ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us