શ્રી જીયે પઠાપીર ભક્ત મંડળ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આગામી અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય સમૂહ પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી સતત ધામધૂમથી ઉજવાતી આ પરંપરાગત સમૂહ પહેડીમાં કચ્છ, વાગડ, ગુજરાત અને રાજસ્થાન સહિત વિવિધ સ્થળોએથી પૂજ્ય પઠાપીર બાપાને નમતા અને માનતા ધરાવતા શ્રદ્ધાળુ પરિવારો તેમજ તેમની નિયાણી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની વિગત અને સ્થળ
આ ધાર્મિક ઉત્સવ તારીખ ૧૬/૦૭/૨૦૨૬, ગુરુવાર ના રોજ સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા:
- સ્થાપના: બપોરે ૩.૦૦ કલાકે (સારસ્વતવાડી મધ્યે)
- પઠાપીર ચાલીસાનો પાઠ: બપોરે ૪.૦૦ કલાકે (શ્રી જીયે પઠાપીર મહિલા ભક્ત મંડળ દ્વારા)
- સંતવાણી (ભજન): સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે(કલાકાર: દાસ શ્યામ ભાનુશાલી, શિવજીભાઈ મિસ્ત્રી, શાંતિલાલ મોજાર)
- ધૂપ આરતી: સાંજે ૭.૦૦ કલાકે
- મહાપ્રસાદ: સાંજે ૫.૦૦ થી ૬.૦૦ કલાકે (ચૌવિહારની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવેલ છે).

મુખ્ય દાતાઓ અને લાભાર્થીઓ:
પહેડીના મહાપ્રસાદના મુખ્ય લાભાર્થી:
- રતનશી કેશવજી (મમુ) મોજાર પરિવાર (કોઠારા)
- રાજુભાઈ નારણદાસ કતીરા પરિવાર (વાચોર)
- માતુશ્રી ગોદાવરીબેન કરશનદાસ મામોટિયા હસ્તે કમલેશભાઈ / કિરણભાઈ કરશનદાસ મામોટિયા પરિવાર
પહેડીના પ્રસાદના અન્ય લાભાર્થીઓ:
- માતુશ્રી લક્ષ્મીબેન વિસનજી હીરજી છેડા પરિવાર
- ચેતનભાઈ ગોવર્ધનભાઈ રૂખાણા પરિવાર
- શ્રીમતી મંગલાબેન કાંતિલાલ ભાનુશાલી પરિવાર (નુંધાતડ)
- રામેશ્વર બ્રોકર (વાશી)
- નરેન્દ્રભાઈ બાબુભાઈ કેસરિયા પરિવાર
- અમિતભાઈ શાંતિલાલ મોમાયા પરિવાર (વરાડીયા)
સંપર્ક અને વ્યવસ્થા
ટ્રસ્ટ દ્વારા બહારથી આવતા તમામ ભક્તો માટે વેલેટ પાર્કિંગની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમૂહ પહેડીમાં વિશેષ સહયોગી થવા ઈચ્છતા લોકો અથવા વધુ માહિતી માટે નીચે આપેલા સરનામે સંપર્ક કરી શકે છે:
- મોબાઈલ નંબર: 9821189050
- સરનામું: ૧૨, ગોકુલ શ્યામ બિલ્ડીંગ, ૩જા માળે, દેવીદયાલ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦.
- વેબસાઈટ: www.jiyepathapir.com | ઈમેલ: info@jiyepathapir.com

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
