મુલુંડ વિસ્તારમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળવાનો છે. વર્ષ ૨૦૧૧માં સ્થાપના થયેલ પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થા શ્રી જીયેપીર પઠાપીર દેવસ્થાન સંસ્થા – મુલુંડ દ્વારા પોતાના સ્થાપનાના ૧૬માં વર્ષમાં પ્રવેશીને એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના સંસ્થાપક અધ્યક્ષ અશ્વિન મોહનજી ભીંડેના માર્ગદર્શન હેઠળ આગામી અષાઢ મહિનામાં “પઠાપીર બાપા ની ૧૬મી સમુહ પેડી” મહોત્સવ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ભક્તજનોને પધારવા માટે ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ક્યારે અને ક્યાં યોજાશે આ મહોત્સવ?
- તારીખ અને વાર: અષાઢ સુદ ૨, તારીખ ૧૬/૦૭/૨૦૨૬, ગુરૂવાર
- સ્થળ: સારથી બેન્ક્વેટ હોલ, બાવાજીની ઝૂંપડી, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૮૦.

દિવસભરના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા
આ મહોત્સવ અંતર્ગત સવારથી લઈને મોડી રાત સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે:
- સ્થાપના પૂજન: સવારે ૧૦:૦૦ વાગ્યે
- ભજન કીર્તન: સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૩૦ વાગ્યા સુધી (જેમાં જાણીતા કલાકાર નયના આચાર્ય અને તેમના સાથી કલાકારો ‘કોયલનો ટહુકારે’ ભક્તિ સંગીતની રમઝટ બોલાવશે).
- ધૂપ આરતી: સાંજે ૭:૦૦ વાગ્યે
- ૧૫૧ કન્યા પૂજન: સાંજે ૭:૩૦ વાગ્યે
- પેડી પ્રસાદ (મહાપ્રસાદ): સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ
- રાસ રમઝટ: રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી
૧૫૧ કન્યા પૂજન માટે વિશેષ નોંધણી
સંસ્થા દ્વારા આ વર્ષે ૧૫૧ કન્યાઓનું પૂજન કરવાનો એક પવિત્ર સંકલ્પ લેવામાં આવ્યો છે. જે ભક્તો પોતાના ઘરની કન્યાઓનું નામ આ પૂજન માટે નોંધાવવા માંગતા હોય, તેઓ સંસ્થાના સત્તાવાર વૉટ્સએપ નંબર 8169023262 પર સંપર્ક કરીને નામ નોંધાવી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
