
કુર્લા પૂર્વમાં કુરેશી નગર વિસ્તારમાં એક 41 વર્ષીય મહિલાએ માતા મોટી બહેનને વધુ મહત્ત્વ આપે છે એવું ધારીને તેની પર રસોડામા છરીથી ઘા કરીને માતાનો જીવ લીધો હતો. આ સંબંધે મહિલાની ધરપકડ કરાઈ છે. ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી. ખાસ કરીને માતા પોતાની પુત્રીને મળવા ગઈ હતી. માતાને આવકારવાને બદલે પુત્રીએ હત્યા કરી નાખી હતી. પોલીસે રેશ્મા મુઝફ્ફર કાઝીની આ અંગે ધરપકડ કરી છે.
તેની 62 વર્ષીય માતા સબીરા બાનો અઝગર થાણેના મુંબ્રામાં રહે છે. તે કુર્લામાં પોતાની પુત્રીને મળવા માટે આવી હતી. તે સમયે મોટી બહેનને કેમ મહત્ત્વ આપે છે એમ પુત્રીએ પૂછ્યું, જેમાંથી માતા- પુત્રી વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ગુસ્સે ભરાયેલી પુત્રી પછી રસોડામાં ગઈ હતી અને છરી લાવીને માતાના શરીર પર ઘા કર્યા હતા, જેમાં તેનું મૃત્યુ થયું હતું. માતાને કારણે જ બહેનો વચ્ચે બનતું નથી એવું પણ આરોપી પુત્રી માનતી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

માતાની હત્યા કર્યા પછી રેશ્માએ ચૂનાભટ્ટી પોલીસ સ્ટેશનમાં જઈને શરણાગતી સ્વીકારી લીધી હતી. તેણે ગુનો કબૂલ કર્યો હતો. આ પછી પોલીસ તુરંત તેના ઘરે ગઈ હતી જ્યાં પાડોશીઓએ પણ ઘટનાને સમર્થન આપ્યું હતું. રેશ્માની માનસિક સ્થિતિ કેવી છે તેનો અંદાજ તારવવા માટે પોલીસ તેના પરિવારના સભ્યો અને પાડોશીઓની પૂછપરછ કરી રહી છે.
રેશ્માએ પોલીસને જણાવ્યું કે તેની મોટી બહેન ઝૈનાબી માતાની દવાઓનો ખર્ચ ઉઠાવતી હતી, જેથી મોટે ભાગે માતા મોટી બહેન સાથે રહેતી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
