
મુંબઈથી એલિફન્ટા જઈ રહેલી પેસેન્જર બોટના ને અકસ્માતમાં ૧૫ના ંમોત પછી થાણે, વસઈ વિરાર, ભાયંદરમાં પણ ફેરી બોટ તથા તળાવોમાં થતાં બોટિંગમાં સલામતી ચેકિંગ શરુ કરાયું છે. અધિકારીઓ જુદાં જુદાં સ્થળે જઈ બોટની કંડિશન, પ્રવાસીઓની ક્ષમતા, લાઈફ જેકેટની ઉપલબ્ધતા, કોઈ દુર્ઘટના ટાણે બચાવની સગવડો સહિતની બાબતોની સમીક્ષા કરી રહ્યા છે.
વસઈ તાલુકામાં જળમાર્ગ પેસેન્જર પરિવહનના ત્રણ સ્થળો છે. વસઈથી ભાયંદર સુધીની રો-રો સેવા ફેબુ્રઆરીથી શરૂ કરવામાં આવી છે. તેમાંથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરે છે. બીજી તરફ પાળજુ બેટ અને અર્નાળા કિલ્લા બેટ પર રહેતાં નાગરિકોને આ પેસેન્જર બોટ દ્વારા મુસાફરી કરવી પડે છે.આ દુર્ઘટનાવધુ પડતા પેસેન્જર ટ્રાફિક, લાઈફ જેકેટનો અભાવ, બોટની જાળવણી અને સમારકામ, રીંગ બોયનો અભાવ જેવા વિવિધ મુદ્દાઓ સામે આવ્યા છે.કેટલાક સ્થળોએ લાઇફ જેકેટ હોય છે પરંતુ મુસાફરો તેનો ઉપયોગ કરતાં નથી.

મેરીટાઈમ બોર્ડ દ્વારા હાથ ધરાનારાં નિરીક્ષણમાં તેમાં બોટ સારી સ્થિતિમાં છે કે નહીં, લાઈફ જેકેટની સુવિધા, વધુ મુસાફરોને લઈ જવા નહીં, જળમાર્ગે મુસાફરી કરતી વખતે ભૌગોલિક સ્થિતિનો અંદાજ, મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાંની ચકાસણી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના અધિકારી અવિનાશ પાટીલે કહયું છે કે, આવી સૂચનાઓ આપવામાં આવશે.તેમ જ અમે સંબંધિત કોન્ટ્રાક્ટરો અને બોટ ડ્રાઈવરોને ફરી એકવાર સૂચનાઓ આપી દીધી છે.જ્યારે અર્નાળામાં પરિવહન માટે એક જ બોટ હોવાથી સંબંધિત કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડના અધિકારી નવનીત નિજાઈએ કહયું છે કે હવે બીજી બોટ લેવામાં આવશે જેથી મુસાફરોની અવર-જવરનોભાર ઓછો થશે અને મુસાફરી સરળ બનશે.
થાણેમાં પણ વિવિધ તળાવો પર જઈ અધિકારીઓ દ્વારા સેફ્ટી ચેકિંગ શરુ કરાયું છે.
થાણે મ્યુનિસિપલ અધિકારક્ષેત્રમાં કુલ ૩૫ તળાવો છે. જેમાં શહેરની મધ્યમાં આવેલા માસુંદા તળાવ, ઉપવન તળાવ અને આંબેઘોસાલે ખાતે નાગરિકોના મનોરંજન માટે પેડલ બોટ અને મશીન બોટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મસુંદા તળાવ ખાતે ૩૫ પેડલ બોટ અને ૨ મશીન બોટ, ઉપવન તળાવ ખાતે ૧૬ પેડલ બોટ અને એક મશીન બોટ અને અંબેઘોસાલે તળાવ ખાતે ૪ પેડલ બોટ અને ૧ મશીન બોટ છે. આ કોન્ટ્રાક્ટરોની નિમણૂંક કરવામાં આવી છે. મ્યુનિસિપલ પ્રશાસને જે નાગરિકો સેફ્ટી જેકેટ પહેરવાનો ઈનકાર કરે તેમને બોટમાં નહિ બેસાડવા જણાવાયુ છે.
તેમ જ બોટમાં બોય રીંગ રોપ સેફ્ટી જેકેટ રાખવા અંગે સંબંતિ કોન્ટ્રાક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે.

ભૂતકાળની બોટ દુર્ઘટનાઓ
– માર્ચ ૨૦૧૬માં પાળજુમાં લગ્ન સમારોહમાં જઈ રહેલી પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ વખતે ૨ લોકો ડૂબી ગયા અને ૨૨ નાગરિકો ઘાયલ થયા હતા.
– ફેબ્આરી ૨૦૨૪માંવસઈ-ભાયંદરથી વસઈ સુધીની રો-રો સેવાની ફેરી બોટ ઊંચી ભરતીને કારણે વસઈ જેટી સાથે અથડાઈ હતી. આ અસરના કારણે મુસાફરો હચમચી ગયા હતા.
– ૨૭ મે૨૦૨૪ ના રોજ, વિરાર નજીક અર્નાળા સમુદ્રમાં બાંધકામ સામગ્રી અને મજૂરો લઈ જતી હતી. એમાંની એક બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૧ મજૂરોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ એક મજૂરનું ડૂબી જવાથી મોત થયું હતું.

મુસાફરોને સાવચેત રહેવાની સલાહ
અર્નાળા અને પાળજુ બોટ બન્ને સ્થાનિક રીતે ગ્રામ પંચાયતો અને કોન્ટ્રાક્ટરો દ્વારા સંચાલિત થાય છે. ઘણીવાર મુસાફરો એક જ સમયે વધુ ક્ષમતા સાથે બેસે છે, જેથી અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ નથી.તો બીજી તરફ રો-રો સવસમાં મુસાફરી કરતી વખતે લાઈફ જેકેટ હોય છે જે કેટલાક મુસાફરો ઉપયોગમાં લેતા નથી. મેરીટાઇમ બોર્ડે મુસાફરોને મુસાફરી કરતી વખતે સાવચેતી અને સતર્ક રહેવાની પણ અપીલ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
