
બાન્દરા રેલવે સ્ટેશનથી કુર્લા રેલવે સ્ટેશનનો 8.8 કિલોમીટરનો પોડ ટેક્સી પ્રકલ્પ મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તરફથી શરૂ કરવામાં આવ્યો છે. પ્રકલ્પનો આ પહેલા તબક્કાનું કામ 2027 સુધી પૂરું કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે. હવે આ પ્રકલ્પના બીજા તબક્કા અંતર્ગત બીકેસીથી સાયન રેલવે સ્ટેશન સુધી વિસ્તરણ કરવામાં આવશે. જો કે આ રૂટ સંબંધી અંતિમ નિર્ણય થવામાં અને પછી કામની શરૂઆતમાં ઘણો સમય લાગશે. પોડ ટેક્સીના આ વિસ્તરણ કરેલા રૂટથી પ્રવાસીઓને ઘણો ફાયદો થશે.
આંતરરાષ્ટ્રીય દરજ્જાના આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતા બીકેસીમાં ટ્રાફિકજામનો પ્રશ્ન ગંભીર થયો છે.એના ઉકેલ માટે એમએમઆરડીએએ અત્યાધુનિક પોડ ટેક્સીનો વિકલ્પ સ્વીકાર્યો છે. એ અનુસાર કુર્લા રેલવે સ્ટેશનથી બાન્દરા પૂર્વ રેલવે સ્ટેશન સુધી પોડ ટેક્સી સેવા સાર્વજનિક-ખાનગી ધોરણે વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓટોમેટિક રેપિડ ટ્રાફિક સિસ્ટમ અંતર્ગત 8.8 કિલોમીટરનો માર્ગ બાંધવા, દેખભાળ અને સંચાલનનો કોન્ટ્રેક્ટ હૈદરાબાદની એક કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપનીએ પ્રકલ્પ માટે લંડનના હિથ્રો એરપોર્ટ પર પોડ ટેક્સી સેવા આપતી કંપનીની મદદ લીધી છે. આ બંને કંપનીના માધ્યમથી અત્યારે પ્રકલ્પ માટે જરૂરી પરવાનગીઓ લેવાનું કામ ચાલુ છે. આ પરવાનગીઓ મળતા કામની શરૂઆત કરવામાં આવશે.
પોડ ટેક્સીનો પહેલો તબક્કો 2027 સુધી પૂરો કરીને શરૂ કરવાનું નિયોજન છે. હવે આ પ્રકલ્પના પહેલા તબક્કાનું વિસ્તરણ કરવાનું નિયોજન એમએમઆરડીએ કર્યું છે. બીકેસીથી સાયન રેલવે સ્ટેશન સુધી 13.5 કિલોમીટર રૂટનું બીજા તબક્કા અંતર્ગત વિસ્તરણ કરવામાં આવશે. આ વિસ્તરણ માટે પ્રાથમિક સ્તરે ચર્ચા ચાલુ છે અને અંતિમ નિર્ણય ઘણો સમય લાગશે એમ અધિકારીઓએ જણાવ્યું છે. આ રૂટ 2041 સુધી શરૂ થાય એવી શક્યતા છે.
બીજા તબક્કામાં 16 સ્ટેશન
પોડ ટેક્સીના બીજા વિસ્તારિત તબક્કામાં 16 સ્ટેશન હશે. એમાં ન્યૂ મિલ રોડ (કુર્લા), ઈક્વિનોક્સ, ટેક્સીમેન કોલોની, એમટીએનએલ, ટાટા કમ્યુનિકેશન, સીબીઆઈ મુખ્યાલય, અંબાણી સ્કૂલ, એફઆઈએફસી, બીકેસી ફાયર સ્ટેશન, એમએમઆરડીએ મેદાન, ટાટા પાવર, એશિયન હાર્ટ હોસ્પિટલ, લક્ષ્મી ટાવર્સ, ચુનાભઠ્ઠી, ધારાવી ડેપો, સાયન રેલવે સ્ટેશનનો સમાવેશ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
