
ફિલ્મમાં રોલ આપવાને નામે 34 વર્ષીય મહિલા સાથે અનેક વાર દુષ્કર્મ કરવા સંબંધે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપી સાથે અન્ય એક મહિલા, તેનો પતિ અને તેમની પુત્રીનાં નામ પણ એફઆઈઆરમાં દાખલ કરાયાં છે. આરોપીઓ વિરુદ્ધ પછાત જાતિની મહિલાને ધાકધમકી અને બ્લેકમેઈલિંગ કરવાનો પણ આરોપ છે. મહિલા થાણે શહેરમાં માજીવડા વિસ્તારની રહેવાસી છે.
ત્રણ વર્ષ પૂર્વે પીડિતાનો આરોપી મહિલાએ સંપર્ક કર્યો હતો અને ફિલ્મોદ્યોગમાં ઉચ્ચ હોદ્દા પરના લોકો સાથે સારા સંબંધ છે એવો દાવો કર્યો હતો, એમ કાપુરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. આરોપી મહિલાએ પીડિતાને મોટી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું. પીડિતાને સિંગોપારમાં લઈ જઈ એક પુરુષ સાથે ઓળખાણ કરાવી હતી, જે બહુ પ્રભાવશાળી હોવાનું કહેવામાં આવ્યું હતું.

આ પુરુષ પીડિતાને સિંગાપોરમાં પોતાના ઘરે લઈ ગયો હતો અને પીણાના ઘનયુક્ત દવા પિવડાવી દીધી હતી. આ પછી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ પછી મુંબઈ અને અન્ય સ્થળે હોટેલોમાં અલગ અલગ અવસરે બોલાવીને દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ પીડિતાના વાંધાજનક પોઝમાં ફોટો પડાવી લીધા હતા, જેને આધારે તેને બ્લેકમેઈલ કરતો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પછી આરોપી મહિલા, તેનો પતિ અને તેમની પુત્રી પીડિતાને વારંવાર કોલ કરીને બદનામ કરવાની, જાનથી ખતમ કરવાની ધમકી આપતાં હતાં. પીડિતાની જાતિ પરથી પણ ગાળાગાળી કરતાં હતાં. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે શનિવારે ચાર આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, ફોજગારી ગુનો અને અન્ય આરોપ તેમ જ પછાત જાતિ અત્યાચાર ધારાની સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
