September 20, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

ફોન ટેપિંગ પ્રકરણમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટે સ્વીકારતાં ફડણવીસ અને શુક્લાને રાહત

આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લાને કોર્ટમાંથી ઘણી રાહત મળી છે. 2019માં મહાવિકાસ આઘાડી સરકારની વાટાઘાટ ચાલુ હતી એ સમયે મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગના તત્કાલીન પ્રમુખ રશ્મિ શુક્લાએ મહાવિકાસ આઘાડીના નેતાઓના ફોન ટેપ કર્યાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે સીબીઆઈએ દાખલ કરેલો ક્લોઝર રિપોર્ટ હવે કોર્ટે પણ સ્વીકાર્યો છે. તેથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવનાર ફોન ટેપિંગ પ્રકરણ હવે પૂર્ણપણે બંધ થયું છે.

શુક્લા

રશ્મિ શુક્લા

રશ્મિ શુક્લાના પ્રકરણમાં અનેક મોટા નેતાઓના નામ સામે આવ્યા હતા. એમાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, વિધાનસભ્ય બચ્ચુ કડુ, ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય કાકડે, વિધાનસભ્ય આશિષ દેશમુખ, એકનાથ ખડસેના નામનો સમાવેશ હતો. આ પ્રકરણ રાજ્યમાં મોટા પ્રમાણમાં ગાજ્યું હતું. આ પ્રકરણે પોલીસ મહાસંચાલક રશ્મિ શુક્લા પર આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમણે જ મોટા નેતાઓના ફોન ટેપ કર્યાનો આરોપ મૂકતા તેમની તપાસ મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં કરવામાં આવી રહી હતી.

આ પ્રકરણે દેવેન્દ્ર ફડણવીસનો જવાબ પણ નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈએ પોતાની તપાસમાં જે આરોપ કર્યા છે તે નિષ્પન્ન થતા ન હોવાનું જણાવ્યું છે. એ પછી સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. એને કોર્ટે માન્યતા આપી છે. તેથી આ પ્રકરણ હવે પૂર્ણપણે બંધ થશે. તેથી રશ્મિ શુક્લા સાથે જ દેવેન્દ્ર ફડણવીસને મોટી રાહત મળી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં આ પ્રકરણમાં અનેક મોટા નેતાઓના નામ સામે આવ્યા હતા.

​​​​​​​દરમિયાનના સમયમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી સરકાર પડી ગયા પછી આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એ પછી સીબીઆઈએ પ્રકરણની તપાસ બંધ કરવા બાબતનો અહેવાલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પાસે રજૂ કર્યો હતો. રાજ્ય ગુપ્તચર વિભાગે પણ આ પ્રકરણની તપાસ બંધ કરવા માટે વાંધો ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ પાર્શ્વભૂમિ પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સીબીઆઈનો અહેવાલ માન્ય કરીને પ્રકરણ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

ફડણવીસની પત્રકાર પરિષદ
માર્ચ 2021માં ફડણવીસ વિરોધી પક્ષ નેતા હતા એ સમયે લીધેલી પત્રકાર પરિષદ પછી આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સીનિયર આઈપીએસ અધિકારી રશ્મિ શુકલાએ તત્કાલીન મહારાષ્ટ્ર પોલીસ મહાસંચાલકને પોલીસ ખાતામાંની બદલીઓમાં ભ્રષ્ટાચાર બાબતના લખેલા પત્રનો હવાનો ફડણવીસની પત્રકાર પરિષદમાં આપવામાં આવ્યો હતો. આ પત્રમાં ફોન ટેપિંગની વિગતો પણ હતી. એ પછી મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓએ તેમના ફોન ગેરકાયદે ટેપ કરવામાં આવતા હોવાનો આરોપ કર્યો હતો. એ પછી મુંબઈ પોલીસે ગેરકાયદે ફોન ટેપિંગ અને ગોપનીય દસ્તાવેજ જાહેર કરવા પ્રકરણે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના સાઈબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

રાજ્ય ગુપ્તચર વિભાગે દાખલ કરેલી ફરિયાદના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. રશ્મિ શુક્લા રાજ્ય ગુપ્તચર વિભાગના પ્રમુખ હતા એ સમયે રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓના ફોન ગેરકાયદે ટેપિંગ કર્યા હોવાનો આરોપ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us