
ટોરેસ કેસના અત્યાર સુધીમાં રૃા. ૩૫ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. એજન્સીએ એમપીઆઇડી કોર્ટ પાસેથી ટોરેસ કંપની સાથે સંબંધિત ફર્નિચર, ઇલેક્ટ્રિકલ ઉપકરણો, સાતથી આઠ લકઝરી કાર, રૃા. ૧.૫ કરોડનો કિંમતી પથ્થરોની હરાજી કરવાની પરવાનગી માંગી છે. આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી આગામી છ મહિનામાં ફરિયાદીઓને પૈસા પરત કરવાની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવશે એમ કહેવાય છે.
પોલીસ દ્વારા દાદરના શો રુમમાંથી ટોરેસની ૧.૨૫ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ફર્નિચર સહિતની આ સંપત્તિ લીલામ કરવા દેવામાં આવે તે માટે પોલીસે કોર્ટને અરજી કરી છે. આ ઉપરાંત ટોરેસને કિંમતી રત્નો સપ્લાય કરનારી કંપની પણ આ જપ્ત થયેલો સ્ટોક રિકલેઈમ કરવા તૈયાર છે. તે માટે પણ પોલીસે કોર્ટની મંજૂરી માગી છે.
દરમિયાન ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ દ્વારા ભારતમાં હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કર્યા પછી ફરાર મુખ્ય આરોપીઓ હવે બલ્ગેરિયામાં સમાન સ્કીમ ચલાવી રહ્યા હોવાના અહેવાલ છે. મુંબઇ આર્થિક ગુના શાખાને માહિતી મળી છે કે ભાગેડુઓએ લોકોને ફસાવવા બલ્ગેરિયામાં અલગ નામથી નવા શોરૃમ ખોલ્યા છે. હાલમાં પોલીસ આ માહિતીની તપાસણી કરી રહી છે. અને જરૃરી કાર્યવાહી કરવ ામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બીજી તરફ અત્યાર સુધીમાં ૧૨,૭૮૩ રોકાણકારોએ આર્થિક ગુના શાખાનો સંપર્ક કર્યો છે. આથી છેતરપિંડીની રકમ રૃા. ૧૩૦ કરોડથી વધુ છે. આ કૌભાંડમાં મુખ્યત્વે મુંબઇ, નવી મુંબઇ, થાણે, મીરા- ભાયંદરના રોકાણકારોએ પૈસા ગુમાવ્યા છે.
યુક્રેનિયન નાગરિક દ્વારા રચવામાં આવેલા આ કૌભાંડમાં રોકાણકારોએ અઠવાડિયાના ૧૧ ટકા સુધીના વળતરની લાલચ અપાઇ હતી. આ કેસમાં આઠ યુક્રેનિયન નાગરિક, એક તુર્કી નાગરિક અને અન્ય આરોપી ફરાર છે. પોલીસે મુખ્ય શંકાસ્પબદો સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે.
પોલીસને એવી શંકા છે કે કૌભાંડના માસ્ટર માઇન્ડે રૃા. ૨૦૦ કરોડ વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીઃ પણ આ કેસની તપાસ કરી રહી છે. હાલમાં જયપુર અને મુંબઇમાં ૧૩ સ્થળોએ દરોડા પાડયા છે. સર્ચ ઓપરેશનમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

મેસર્સ પ્લેટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ (ટોરેસ જ્વેલરી) અને તેની સંબંધિત કંપનીઓના બેંક ખાતાઓમાં રૃા. ૨૧.૭૫ કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
