છેલ્લા થોડા દિવસથી અહીં પથ્થરબાજીની ઘટના બની રહી છે. તેથી પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વેના નાગપુરથી શિર્ડી તબક્કાના રોડ પર છેલ્લા થોડા દિવસથી પથ્થરબાજીની ઘટના બની રહી છે. તેથી પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. એની ગંભીર નોંધ લઈને હવે ત્યાં પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. એના માટે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે હાઈવે સિક્યોરિટી પોલીસના પેટ્રોલિંગ માટે 15 વાહન ખરીદીને આપવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2022માં નાગપુરથી શિર્ડી 520 કિલોમીટરનો એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યો છે. તેથી નાગપુરથી શિર્ડીનું અંતર ફક્ત પાંચ કલાકમાં પાર કરી શકાય છે. જોકે એ જ સમયે આ એક્સપ્રેસ વે પર અકસ્માતોની વણઝાર ચાલુ છએ.
એમાં કેટલાક પ્રવાસીઓના મૃત્યુ પણ થયા છે. તેથી પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન સપાટી પર આવ્યો છે ત્યારે હવે વધુ એક ચિંતાની બાબતનો ઉમેરો થયો છે. આ રસ્તા પર સંભાજીનગરથી વાશીમ દરમિયાન પથ્થરબાજીની ઘટનાઓ બની રહી છે. એમાં કોઈ જીવહાની થઈ નથી છતાં અનેક વાહનોનું નુકસાન થયું છે. ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આ ઘટનાની નોંધ એમએસઆરડીસીએ લીધે છે.
પ્રાધિકરણના સહવ્યવસ્થાપકીય સંચાલક સંજય યાદવે રસ્તાના આ ભાગની મુલાકાત લીધી હતી. એ સમયે એમએસઆરડીસી, પરિવહન પોલીસ, હાઈવે પોલીસની એક બેઠક થઈ હતી. આ બેઠકમાં અકસ્માત સહિત પથ્થરબાજીની ઘટના રોકવા માટે નક્કર ઉપાયયોજના કરવાની દષ્ટિએ અનેક નિર્ણય લેવામાં આવ્યાની માહિતી યાદવે આપી હતી.
અકસ્માત રોકવા માટે પરિવહન પોલીસ અને હાઈવે પોલીસ તરફથી વાહનની સ્પીડ પર અને હાઈવે પર વાહનની શિસ્ત પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક ટોલનાકા પર કાઉન્સેલિંગ સેંટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં વાહનચાલકોનું, પ્રવાસીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. હવે પથ્થરબાજીની ઘટના રોકવા માટે હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 ફોર વ્હીલરની ખરીદી
પેટ્રોલિંગ માટે હાઈવે સુરક્ષા પોલીસ પાસે વાહન ન હોવાથી પેટ્રોલિંગ કરવું મુશ્કેલ થાય છે. તેથી હાઈવે સુરક્ષા પોલીસ માટે 15 ફોર વ્હીલરની ખરીદી કરવાનો નિર્ણય એમએસઆરડીસીએ લીધો હોવાનું યાદવે જણાવ્યું હતું. આ વાહનની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વાહનો માટે થોડો સમય લાગશે તેથી અત્યારે ભાડેથી વાહન લઈને એક્સપ્રેસ વે પર પેટ્રોલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz