બાલાપુરના પારસ ગામમાં એક મંદિરના ટીનશેડ પર એક વિશાળ વૃક્ષ પડ્યું. જેમાં સાત લોકોના મોત સાથે 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રના અકોલામાં મંદિરના ટીનશેડ પર એક ઝાડ પડ્યું. અહીં વરસાદ અને ભારે પવનને કારણે વૃક્ષ પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલાય લોકો ટીનશેડ નીચે દટાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
બાલાપુરના પારસ ગામમાં એક મંદિરના ટીનશેડ પર એક વિશાળ વૃક્ષ પડ્યું. જેમાં સાત લોકોના મોત સાથે 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવે છે. આ ઘટનામાં શેડ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા વૃક્ષ હટાવવાની કામગીરી માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યુ હતું.
ગામમાં બાબુજી મહારાજ મંદિરની ઘટના
રવિવારે અહીં વરસાદ પડી રહ્યો હતો અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં મંદિર પાસેનું ઝાડ ઉખડીને મંદિરના ટીનશેડ પર પડ્યું હતું. ગામમાં બાબુજી મહારાજ મંદિર સંસ્થાન છે. જે સ્થળ ઉપર જૂનું લીમડાનું વૃક્ષ હતું. આ વૃક્ષ મંદિરના ટીનશેડ ઉપર પડતાં, શેડની નીચે રહેલા લોકો દબાઈ ગયા હતા. આ ઘટના ઘટતા, આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.
ઘાયલ લોકોને સારવાર માટે ખસેડાયા
ઘટનાની જાણ સતાવાળાને કરતા, તાત્કાલિક એમ્બ્યુલસ સાથે બચાવ કર્મીઓ સ્થળ ઉપર પહોચ્યા હતા. અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ જવામાં આવ્યા. વૃક્ષ હટાવી લોકોને બહાર કાઢવા જેસીબી બોલાવવામાં આવ્યુ હતુ.
જિલ્લા કલેકટર ઘટના સ્થળે પહોંચ્યા
બનાવની જાણ થતા, જિલ્લા કલેકટર ઘટના સ્થળે પહોચ્યાં હતા. અકોલા જિલ્લા કલેક્ટર નીમા અરોરાએ પુષ્ટિ કરી કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે અને 30 થી 40 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને અકોલાની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વરસાદનું એલર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને હળવા વરસાદની શક્યતા છે. પાંચ દિવસમાં દેશના મોટા ભાગમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz