આ લાઇન ઘાટકોપર ખાતે અંધેરી અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે અંડરગ્રાઉન્ડ હોવાની અપેક્ષા છે જ્યાંથી તે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ થઈને માનખુર્દ સુધી એલિવેટેડ રૂટ લેશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનની બે ડેવલપમેન્ટ એજન્સીઓએ મુંબઇના ટી 2 અને નવી મુંબઇના એરપોર્ટ એક્સપ્રેસ લાઈનનું કામ પાછું ટ્રેક પર લાવ્યું છે, કારણ કે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ આગળ વધી ગયું છે. જ્યારે સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) નવી મુંબઈ વિસ્તારમાં કામ કરશે, અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) મુંબઈ ક્ષેત્રમાં તેની સંભાળ લેશે. હાલમાં, આ બે એરપોર્ટ વચ્ચે કોઈ માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (એમટીઆરએસ) નથી.
મેટ્રો 8 કોરિડોરને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવા બની રહેલા નવી મુંબઈ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટીનો પ્રસ્તાવ મુકાયો છે, તે 2014 થી એમઆરડીએના મેટ્રો માસ્ટર પ્લાનનો એક ભાગ છે. 35 કિમી-લાંબા રૂટ પર રૂ. 15,000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે, અને દરરોજ 9 લાખ મુસાફરોની આવનજાવનનો અંદાજ છે.રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નવી મુંબઈ એરપોર્ટ પર વાણિજ્યિક કામગીરી 2025થી શરૂ થવાની ધારણા છે.
અમે મેટ્રો 8 કોરિડોર માટે હવે અમલીકરણ યોજના મૂકી શકીએ છીએ જેથી જ્યારે એરપોર્ટ ટ્રાફિક વધે ત્યારે લાઇન તૈયાર થઈ જાય. સૂચિત રૂટ મુજબ, લાઇન આંશિક રીતે ભૂગર્ભ અને આંશિક રીતે એલિવેટેડ હશે. આ લાઇન ઘાટકોપર ખાતે અંધેરી અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે અંડરગ્રાઉન્ડ હોવાની અપેક્ષા છે જ્યાંથી તે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ થઈને માનખુર્દ સુધી એલિવેટેડ રૂટ લેશે.
બેલાપુરથી પેંઢાર મેટ્રો
નવી મુંબઈમાં બેલાપુરથી પેંઢાર તલોજા સુધીની 11 કિમીની મેટ્રો રેલ લાઇન છે. જો કે છેલ્લા 12 વર્ષથી અધૂરા કામના કારણે આ પ્રોજેક્ટ અટકી પડ્યો છે. સીડકો આ રૂટ પરના તમામ સ્ટેશનો પૂર્ણ થયા બાદ 1લી મેના મહારાષ્ટ્ર દિવસના શુભ અવસર પર આ મેટ્રો ટ્રેન શરૂ કરવા માગે છે. આ માટે યુધ્ધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. મેટ્રો શરૂ કરવા માટે રેલવે સેફ્ટી કમિશનરની પરવાનગી પણ લેવામાં આવી છે. બેલાપુરથી પેંઢાર ટ્રેક પર મેટ્રો ટ્રેન દોડાવીને અનેક પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે. દરમિયાન, મેટ્રો રેલના ભાડા એરકન્ડિશન્ડ બસ કરતા ઓછા છે. મેટ્રો શરૂ થશે તો ખારઘર, તલોજા વિસ્તારના રહેવાસીઓ જે રાહ જોઈ રહ્યા છે તેમને રાહત મળશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz