
મુંબઈ રેલવે વિકાસ મહામંડળના મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પ 3 (એમયુટીપી-3) અંતર્ગત પનવેલ-કર્જત ટ્વિન રેલવે માર્ગનું કામ કરવામાં આવી રહ્યું છે. અત્યારે પ્રકલ્પનું 70 ટકા કામ પૂરું થયું છે. આગામી 9 મહિનામાં આ રેલવે માર્ગનું કામ પૂરું કરવાનું લક્ષ્ય એમઆરવીસીએ રાખ્યું છે. અત્યારે રેલવે માર્ગના કામ ઝડપથી ચાલુ છે.
મોહાપે-ચિખલે દરમિયાન રેલવે પાટા જોડવાનું કામ પૂરું થયું છે. આગામી થોડા દિવસમાં કર્જત-ચૌક દરમિયાનનું કામ શરૂ કરવામાં આવશે. મુંબઈ મહાનગરની રેલવે સેવા પર વધેલી ગિરદીનો તાણ પનવેલ-કર્જત રેલવે માર્ગના લીધે વિભાજિત કરવામાં મદદ થશે. આ પ્રકલ્પ માટે 2018માં મંજૂરી મળી હતી. એ પછી આ પ્રકલ્પના પાયાભૂત કામ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રકલ્પ માટે જરૂરી 56.82 હેકટર ખાનગી જમીન અને 4.4 હેકટર સરકારી જમીન સંપાદિત કરવામાં આવી છે. પ્રકલ્પ માટે જરૂરી કુલ 9.13 હેકટર વન જમીનના હસ્તાતંર માટે મંજૂરી મળી છે. એમાં સરકારી અને ખાનગી વન જમીનનો સમાવેશ છે.

અત્યારે મોટા અને નાના પુલનું બાંધકામ ચાલુ છે. ફ્લાયઓવર, રાહદારી પુલ અને અતિરિક્ત પુલના કામ ચાલુ છે. મોહાપે-ચિખલે સ્ટેશન દરમિયાન 7.8 કિલોમીટર લાંબો રેલવે માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે આ માર્ગ પર ઈયુઆર રેકની અવરજવર થાય છે. ત્યાંના કામ પૂરા થયા બાદ કર્જત-ચૌક સ્ટેશન દરમિયાન રેલવે માર્ગનું જોડાણ શરૂ કરવામાં આવશે. એના સહિત પુણે એક્સપ્રેસ વે ખાતેના અંડરગ્રાઉન્ડ માર્ગનું કામ અંતિમ તબક્કામાં છે.
મોહાપે અને કિરવલી ખાતેના મુખ્ય ચાર ફ્લાયઓવરનું કામ પૂરું થયું છે. પનવેલ-કર્જત માર્ગ પર પનવેલ, ચૌક, મોહાપે, ચિખલે અને કર્જત એમ પાંચ સ્ટેશન ઊભા કરવામાં આવશે. આ સ્ટેશન બાંધવાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. પનવેલ સ્ટેશન પર સ્ટેશનની ઈમારત, કર્મચારી નિવાસસ્થાન, ઓવરહેડ વાયર સાધનો માટે ડેપો અને પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ છે. તેમ જ પ્લેટફોર્મ, રાહદારી પુલનું નિયોજન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈને જોડતો વધુ એક માર્ગ
પનવેલ-કર્જત ઉપનગરીય રેલવે માર્ગના કારણે પ્રવાસનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે. તેમ જ મુંબઈને જોડવા માટે વધુ એક માર્ગ તૈયાર થશે. પનવેલ અને કર્જતને જોડતી મહત્વની કડી તૈયાર થશે જેથી ઉપનગરીય પ્રવાસીઓને અને માલસામાનની હેરફેર એમ બંને પ્રકારે ફાયદો થશે એવી માહિતી મુંબઈ રેલવે વિકાસ મહામંડળ તરફથી આપવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
