
ગરમીની શરુઆત થઈ ચુકી છે અને આ સમયે બાળકો પણ ઠંડી વસ્તુઓ ખાવાપીવા માંગે છે. આ સમયે ઉનાળામાં કોલ્ડડ્રિંક્સને બદલે આ કુલ જ્યૂસ પીવડાવવા જોઈએ. તેનાથી તેમને એનર્જી પણ મળશે અને હેલ્થ પણ ખરાબ નહીં થાય.
ગરમી શરુ થાય એટલે ઠંડી વસ્તુઓ ખાવા-પીવાની ઈચ્છા વધારે થાય છે. બાળકો પણ આ સમયે ઠંડા પીણા પીવા માંગે છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સ આપવાને બદલે બાળકોને એવી વસ્તુ આપવી જોઈએ જે તેને નુકસાન ન કરે અને એનર્જી પણ આપે.
ગરમીના દિવસોમાં કેટલાક ફ્રુટ જ્યૂસ બાળકને આપવા જોઈએ. આ ફ્રુટ જ્યૂસ બાળકને આપવાથી તેને ઠંડક પણ મળશે અને સાથે જ ઈમ્યુનિટી પણ બુસ્ટ થશે. આ જ્યૂસ શરીર માટે લાભકારી પણ હોય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કયા કયા જ્યૂસ પીવાથી લાભ થાય છે.
તરબૂચનું જ્યૂસ

ઉનાળામાં તરબૂચનું જ્યૂસ પીવું જોઈએ. તેનાથી શરીરને હાઈડ્રેશન મળે છે અને સાથે જ શરીરને ઠંડક પણ મળે છે. તેનાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત થાય છે.
કેરીનો રસ
ઉનાળો એટલે કેરીની સીઝન. આ સીઝનમાં બાળકોને કેરીનો રસ પણ આપવો જોઈએ. ખાંડ વિના કેરીનો રસ બાળકને આપવાથી હેલ્થ સારી રહે છે. કેરી વિટામીન એ અને વિટામીન સીનો સારો સોર્સ છે.
નાળિયેર પાણી
નાળિયેર પાણી શરીરને ઠંડક કરે છે અને શરીરમાં જો ઈલેક્ટ્રોલાઈટની ખામી હોય તો તેને પણ દુર કરે છે. તેનાથી બાળક હાઈડ્રેટ રહે છે.

અનાનાસનું જ્યૂસ
અનાનાસ પણ વિટામીન સીથી ભરપુર ફળ છે. તે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે અને પાચન પણ સુધારે છે. તેનાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અનાનાસ શરીરને ઠંડક આપે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
